મુંબઈ : ટીવી અભિનેત્રી કવિતા કૌશિક તેની તંદુરસ્તી માટે જ નહીં પરંતુ બેબાક જવાબ આપવાની તેની શૈલી માટે પણ લોકપ્રિય છે. તેઓ જાણે છે કે, ટ્રોલર્સ સાથે કેવી રીતે વ્યવહાર કરવો. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર સેલ્ફ-ક્વોરેન્ટાઇનનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તેનો પતિ રસોડામાં વાસણ ધોતો જોવા મળ્યો હતો, જ્યારે કવિતાના હાથમાં ક્લીનિંગ મોપ પણ હતું. પરંતુ આ તસવીરમાં નજરે પડતો વાસણ ધોતા તેના પતિ અંગે એક ટ્રોલરે કવિતાને ટ્રોલ કરી હતી.
Tips on how to be better than our govt in this fight against the virus:-
1- Divide n do all chores b/w yourself n family members and give your staff/househelp paid leaves.
2- share your food/Ration/supplies with watchmen, random people in need
3- stay the fuck at home n sanitise! pic.twitter.com/zBAKxiLK88— Kavita (@Iamkavitak) March 23, 2020
ટ્રોલરે લખ્યું છે – ‘આપણે જે જોઇ શકીએ છીએ તે છે કે તે વ્યક્તિ વાસણ ધોઈ રહ્યો છે, જ્યારે તમે સેલ્ફી લેવામાં અને મોબાઇલમાં ટ્વીટ કરવામાં વ્યસ્ત છો’. હવે કવિતાએ પણ ટ્રોલરના આ મામલે યોગ્ય જવાબ આપ્યો છે. અભિનેત્રીએ તેના જવાબમાં લખ્યું – ‘ઓવરસ્માર્ટનેસ લોકોને અંધ બનાવે છે. ઘણી વાર તેઓને ખબર નથી હોતી કે આ તસવીરમાં કોણ છે અને તેઓને મારા હાથમાં આ પોતું દેખાતું નથી, સ્પષ્ટપણે જોવા મળે છે કે જે વ્યક્તિ વાસણ સાફ કરે છે તે મારો પતિ છે અને સફાઈ કરતી વખતે મારી પાસે હજી વધુ સારી સેલ્ફીના આઇડિયા છે ‘.
Obviously oversmartness makes people blind, they dont know 'who is who' most of the times and can't see a "poncha" in my hand clearly visible! That "guy" working is my husband and I have better selfie ideas than while mopping the floors ??♀️? https://t.co/dDNfU1JLAM
— Kavita (@Iamkavitak) March 23, 2020