નવી દિલ્હી : પાકિસ્તાનમાં, કોરોના વાયરસને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે, પરંતુ ત્યાં પણ, ડોકટરો અને નર્સો ચહેરા પર માસ્ક લગાવીને માનવતા દાખવી રહ્યા છે. જ્યારે તેના ચહેરા પરથી માસ્ક કાઢવામાં આવ્યું ત્યારે તેના નિશાનો જોવા મળ્યા. પાકિસ્તાનના સાંસદે ખુદ તેના ટ્વિટર હેન્ડલ પર આવા ફોટા શેર કર્યા છે.
પાકિસ્તાની સાંસદ નાઝ બલોચે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એવા ફોટા શેર કર્યા છે જે ડોક્ટર અને નર્સોને પ્રોત્સાહન આપે છે, પરંતુ સામાન્ય વ્યક્તિ પહેલી નજરમાં આ જોઈને દંગ રહી જાય છે.
ફોટામાં બતાવવામાં આવ્યું છે કે જો કોઈ નર્સ કોરોનાના દર્દીઓ વચ્ચે કામ કરે છે, તો તેના ચહેરા પર માસ્કને કારણે દાગ પડી ગયા છે. આ માસ્ક તેઓ લાંબા સમય સુધી પહેરી રાખે છે.
Scars for humanity in the line of duty! ???
#StayHomeSaveLives#LockdownNow pic.twitter.com/M65mlpfi4V— Naz Baloch (@NazBaloch_) March 23, 2020
જ્યારે નર્સે ચહેરા પરનું માસ્ક દૂર કર્યું તો તેના ચહેરાની સ્થિતિ જોઈને લોકોની સંવેદના જાગી ગઈ. ચહેરા પર માસ્ક હોવાને કારણે, ઊંડા નિશાન પડેલા જોવા મળ્યા હતા.
તમને જણાવી દઇએ કે કોરોના વાયરસને કારણે પાડોશી દેશ પાકિસ્તાનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 5 લોકોનાં મોત નીપજ્યાં છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોરોનાના 750 થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.