મુંબઈ : બોલિવૂડ એક્ટર રણદીપ હૂડાએ તેની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. રણદીપ હૂડાનો અભિનય હવે તેની ઓળખ બની ગયો છે. સરબજીત ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકાએ દર્શકોના મનમાં એક સંપૂર્ણપણે અલગ સ્થાન બનાવ્યું છે. હવે રણદીપ હૂડા તેના આગામી પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે.
રણદીપ હૂડાના આગામી પ્રોજેક્ટમાં સારાગની યુદ્ધ પર એક ફિલ્મ પણ છે. રાજકુમાર સંતોષી આ ફિલ્મ બનાવી રહ્યા છે. આ યુદ્ધ પર શરૂઆતમાં અક્ષય કુમારે પણ ‘કેસરી’ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતો અને દર્શકોએ પણ આ ફિલ્મ ખુબ પસંદ કરી છે.
જ્યારે રણદીપ હૂડાને તેમની ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેની વાર્તાની ખૂબ પ્રશંસા કરી અને બહાદુર શીખ વિશે ખુલ્લેઆમ બોલ્યો. રણદીપ હૂડાએ કહ્યું, ‘દુઃખની વાત છે કે જનતાએ ભાવનાથી વધારે પ્રમાણિક શું એ નથી જોયું. મારી યાત્રાથી મેં શીખોના સિધ્ધાંતો શીખ્યા છે અને હવે હું એક સારી વ્યક્તિ બની ગયો છું.
આ સિવાય રણદીપ હૂડાએ કહ્યું કે, તેણે અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ જોઇ નથી અને આ ફિલ્મ જોવા માટે કોઈ ઉત્સુકતા ન હતી. રણદીપ હૂડાએ જણાવ્યું કે આ ભૂમિકા એકદમ મુશ્કેલ હતી અને તેણે પાત્રને બંધબેસવા માટે માર્શલ આર્ટ પણ શીખ્યું હતું.