વલસાડ શહેર માં લોકો કરોનો વાયરસ ની ગંભીરતા સમજી શકતા ન હોવાનું સામે આવ્યું છે અને રાત ના 12 કલાક થી સમગ્ર ગુજરાત માં લોકડાઉન સ્થિતિ નું એલાન કરી દેવાયું હોવા છતાં અહીંના લોકો માં જાગૃતિ નો અભાવ જોવા મળ્યો હતો .
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ તાત્કાલિક પ્રેસ કોંફરન્સ યોજી સમગ્ર ગુજરાતમાં લોકડાઉન રાખવા આદેશ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને તેનો કડક અમલ કરવા પોલીસ ને છૂટ આપવામાં આવી હોવાછતાં વલસાડ માં સવાર થી જ સામાન્ય દિવસો ની જેમ લોકો પોતાના વાહનો તેમજ પગપાળા જાહેર માર્ગો ઉપર બિન્દાસ નીકળી પડ્યા હતા અને પોલિસ જવાનો પણ માત્ર ચેકીંગ કરતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને લોકડાઉન નો કોઈ અમલ અહીં નહિ થયો હોવાના ગંભીર દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે ઉપરી અધિકારીઓ આ અંગે સિરિયસ થઈ સરકાર ના આદેશ નું પાલન કરાવે તે જરૂરી છે અન્યથા વલસાડ માં કોરોના ની સ્થિતિ વિકટ બને તેવી શકયતા વ્યક્ત કરાઇ રહી છે.