કોલકાતા : પશ્ચિમ બંગાળ કોરોના વાયરસને કારણે બંધ હાલતમાં છે. રાજ્યનું પાટનગર કોલકાતામાં રહેતા બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મંગળવારે (24 માર્ચે) કહ્યું કે, તેણે ક્યારેય વિચાર્યું નથી કે શહેર એવી સ્થિતિમાં આવશે કે શહેરના માર્ગો પર એક પણ વ્યક્તિ નહીં હોય.
ગાંગુલીએ કોલકાતાની કેટલીક તસવીરો સાથે ટ્વીટ કરીને લખ્યું કે, ‘ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારું શહેર આ રીતે જોઇશ. સલામત રહો. આ જલ્દી જ સારું રહેશે. તમને દરેકને મારો પ્રેમ.
Never thought would see my city like this .. stay safe .. this will change soon for the better …love and affection to all .. pic.twitter.com/hrcW8CYxqn
— Sourav Ganguly (@SGanguly99) March 24, 2020