નવી દિલ્હી : એક ડોકટરે વર્ચુઅલ રિયાલિટી વિડીયો રજૂ કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કોરોના વાયરસ વ્યક્તિના ફેફસાંને બરબાદ કરે છે. ડોક્ટરે યુએસની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વ્યક્તિના 360 ડિગ્રી, 3 ડી ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા.
અહેવાલ મુજબ, 50 વર્ષથી વધુની વ્યક્તિ કોરોના વાયરસથી પીડિત છે. થોડા દિવસોમાં જ તેની હાલત નાજુક બની હતી. તેની સારવાર જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કરવામાં આવી રહી છે.
ડોકટરે ફોટોગ્રાફ્સ દ્વારા બતાવ્યું છે કે કેવી રીતે કોરોના વાયરસથી પીડાતા દર્દીના બંને ફેફસાં ખરાબ થઈ રહ્યા છે. કોરોના વાયરસ ઝડપથી દર્દીના ફેફસામાં ફેલાય છે.
રિપોર્ટ અનુસાર, ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યાના થોડા દિવસ પહેલા ત્યાં સુધી દર્દીના શરીરમાં કોઈ લક્ષણો દેખાતા નહોતા. પરંતુ અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. વેન્ટિલેટર લગાવાયા છતાં તેની હાલત સુધરતી ન હતી.
ડોક્ટરે તસવીર જાહેર કરતાં કહ્યું કે, દર્દીના ફેફસાંની તસવીરમાં લીલા રંગનો વિસ્તાર બતાવે છે કે કેવી રીતે કોરોના વાયરસ ફેફસાની પેશીઓને બરબાદ કરી ચૂક્યો છે.
જ્યોર્જ વોશિંગટન યુનિવર્સિટીના ડોક્ટર કીથ મોર્ટમેન અને તેમની ટીમે કોરોના વાયરસથી પીડિત વ્યક્તિના ફેફસાંના સ્કેન કરેલા ફોટાઓના આધારે વર્ચુઅલ રિયાલિટી વિડીયો બનાવ્યો છે.
શરૂઆતમાં, તાવ અને કફના સંકેતો બતાવ્યા બાદ પીડિત વ્યક્તિને બીજી હોસ્પિટલમાં એકલતા (આઇસોલેશન)માં રાખવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક દિવસની તબિયત લથડ્યા બાદ તેમને જ્યોર્જ વોશિંગટન યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા.