નવી દિલ્હી : કોરોનાવાયરસના કહેરને ટાળવા માટે સમગ્ર ભારતમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે અને આ સમય દરમિયાન લોકોને ઘર બહાર નીકળવાની મંજૂરી નથી, પરંતુ સરકારે ખેડૂતોને ઘણી રાહત આપી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્ય સરકારો અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે ખેતી અને તેની સાથે જોડાયેલા લોકોની આવવા – જવામાં છૂટ છે, તેથી તેનું પાલન થવું જોઈએ.
સરકારના મતે ખાદ્ય સબંધિત માલની કોઈ તંગી ન હોવી જોઈએ, તેથી કૃષિ કાર્યમાં છૂટ આપવી જરૂરી છે. આ સાથે જ રવિ પાક હાલ માર્કેટમાં હોય છે અને આ સમયે ખરીદી-વેચાણ થાય છે, તેથી આ પાક ચક્ર અને બજાર વ્યવસ્થા જાળવવી પણ જરૂરી છે. સ્થાનિક વહીવટી તંત્ર આ કામમાં સામેલ લોકોને ઓળખશે અને તેમના માટે ઓળખ કાર્ડ પણ બનાવશે જેથી તેઓને સરળતા રહે.
સરકારે જે કાર્યો માટે છૂટ આપી છે તેમાં શામેલ
કૃષિ ઉત્પાદનોની ખરીદી, સંસ્થાઓ અને લઘુત્તમ ટેકાના ભાવથી સંબંધિત કામ
– કૃષિ પેદાશ બજાર સમિતિ અને રાજ્ય સરકારો દ્વારા સંચાલિત મંડીઓનું કામ
ખેતર, ખાતરની દુકાન, ખેડુતો અને કૃષિ કામદારો દ્વારા ખેતર અને ખેત ઉપકરણોની ઉપલબ્ધતા સાથે કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (સીએચસી)
– ખાતર, જંતુનાશકો અને બીજ ઉત્પાદન અને પેકેજિંગ એકમો, લણણી અને વાવણી સંબંધિત કૃષિ અને બાગાયતી સાધનોની આંતરરાજ્ય આવન – જાવન.