મુંબઈ : કોરોના વાયરસને કારણે આખા દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. આને કારણે આવી ઘણી બધી બાબતો પણ જોવા મળી રહી છે જેની કલ્પના સામાન્ય રીતે કરવામાં આવતી નથી. દિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ સ્તર ખૂબ જ સારું થઈ ગયું છે. આ ઉપરાંત રસ્તાઓ પર વાહનોની અવરજવર ન હોવાના કારણે ઘણા દુર્લભ પ્રાણીઓ પણ જોવા મળે છે. તાજેતરમાં જ અર્જુન કપૂરે આવા કેટલાક વીડિયો શેર કર્યા છે જેમાં આ પ્રાણીઓ જોઇ શકાય છે.
અર્જુને ઇન્સટાગ્રામ પર ત્રણ વાયરલ વીડિયો શેર કર્યા છે, જેમાં પહેલા વીડિયોમાં કેરળની શેરીઓમાં ભારતીય કસ્તુરી ટોમકેટ જોવા મળી શકે છે. જો કે અર્જુને તેને માલાબારનો બિલાવ કહ્યો, પરંતુ ચાહકોએ તેને કરેક્ટ કર્યો. આ એક પ્રાણી છે જે અત્યંત દુર્લભ પ્રાણીઓની શ્રેણીમાં આવે છે.
અર્જુને ઇંસ્ટાગ્રામ પર કેપ્શનમાં લખ્યું હતું, માલાબાર કસ્તુરી બિલાવ. એક અત્યંત દુર્લભ પ્રાણી કે જે 1990 પછી પ્રથમ વખત કાલિકટ શહેરમાં દેખાયું. એવું લાગે છે કે મધર અર્થનું રીબૂટ ચાલુ છે. આ સિવાય મધ્યપ્રદેશમાં, સેક્ટર 9 ની નજીક અને ચંદીગઢમાં સેક્ટર 10 માં એક પ્રાણી જોવા મળ્યું. એવું લાગે છે કે, કુદરત આપણને સ્પષ્ટ જણાવે છે કે આપણે સાથે રહેવું જોઈએ.’