મુંબઈ : કોરોના વાયરસને કારણે, દેશ અને વિશ્વના લોકોને તેમના પાર્ટનર્સ, બાળકો અને પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની તક મળી રહી છે. આવી સ્થિતિમાં, બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની દરેક હસ્તીઓ તેમના ઘરોમાં સેલ્ફ આઇસોલેશનમાં રહે છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ જુદી જુદી રીતે સમય પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે. એટલું જ નહીં, સ્ટાર્સે તેમના પાર્ટનરને પણ લાડ લડાવવાનું શરૂ કરી દીધું છે.
તાજેતરમાં જ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલીના વાળ કાપતી જોવા મળી હતી અને હવે ટિસ્કા ચોપડા પણ આ જ માર્ગ ઉપર ચાલી છે. ટિસ્કાએ સોશિયલ મીડિયા પર તેના પતિના વાળ કાપવાનો એક સુંદર ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટો પોસ્ટ કરતાં તેણે લખ્યું કે તે નવી કારકિર્દી શરૂ કરવા જઇ રહી છે.
આ ફોટો પોસ્ટ કરતાં ટીસ્કાએ લખ્યું કે, ‘જો સિનેમા જલ્દી ખુલતો નથી, તો હું નવી કારકિર્દી શરૂ કરી રહી છું. મારા પ્રથમ ગ્રાહકો ઘરેથી જ મળી ગયા. તેઓ પણ જરૂરી સેવાઓ કરે છે, તેથી મેં તેમની પાસેથી પૈસા લીધા નથી. #SanjayChopra #QuarantineLife #21daylockdown #COVIDー19 #Stayhome #StaySafe #LockdownDiaries #GettingThrough21 #Making21Count”