માહિતી બ્યૂરોઃ વલસાડઃતાઃ૨૮:
વલસાડ જિલ્લામાં બનતા મિલ્કત/ શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ભૂતકાળમાં બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસને મદદરૂપ થાય અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહનએ એક હુકમ બહાર પાડી સમગ્ર વલસાડ જિલ્લામાં શહેર, ગ્રામ્ય કે હાઇવે રોડ ઉપર આવેલી તમામ હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ, લોજિંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, રિસોર્ટ, ફાર્મ હાઉસ પેટ્રોલ પંપ, બેંક, એટીએમ સેન્ટર, સિનેમાઘર, શોપિંગ મોલ, આંગડીયા પેઢી, સાયબર કાફે તથા સોની વેપારીઓની દુકાનોમાં સી.સી.ટી.વી કેમેરા (વિઝન અને હાઇડેફિનેશન) વિથ રેકોર્ડીંગ સિસ્ટમ કાર્યરત કરવા જણાવાયું છે.આ ઉપરાંત જિલ્લામાં આવેલા તમામ પેટ્રોલ પંપ ઉપરના ફિલીંગ સ્ટેશન ઉપર આવતી જતી વ્યકિતઓ/ વાહનોની ઓળખ થઇ શકે, પેટ્રોલ પંપની બાજુમાં આવેલી દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તેમજ ડ્રાયવર તથા તેની બાજુમાં બેઠેલી વ્યકિતનું રેકોર્ડિંગ થઇ શકે તેમજ હોટલમાં આવતી જતી વ્યક્તિઓ/ વાહનોની ઓળખ થઇ શકે તેમજ હોટલની બાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજન કક્ષમાં બેઠેલી વ્યકિતઓનું રેકોર્ડિંગ થઇ શકે તે રીતે તમામ પેટ્રોલપંપો/ હોટલો/ ધાબાના સંચાલકોએ પૂરતી સંખ્યામાં સી.સી.ટી.વી કેમેરા ગોઠવવાના રહેશે. આ હુકમ તાત્કાલિક અસરથી તા.૨૩-૪- ૨૦૧૭ સુધી અમલમાં રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર સજા કે દંડને પાત્ર થશે.