નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. વીડિયોમાં ડેવિડ વોર્નરે મુંડન કરતો નજરે પડે છે. મંગળવારે ડેવિડ વોર્નરે આ વીડિયોને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા.
આ વીડિયોને શેર કરતાં વોર્નરે કેપ્શનમાં લખ્યું છે, ‘કોરોના સામે ફ્રન્ટ લાઇનમાં ઉભા રહીને જે લોકો આપણા માટે કામ કરી રહ્યા છે તેમને ટેકો આપવા માટે મને મુંડન કરાવવા માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. મને યાદ આવે છે કે મેં આ છેલ્લે જયારે છેલ્લે મેં આવું કર્યું હતું ત્યારે મારું ડેબ્યુ હતું. તમને આ ગમ્યું કે નહીં?
આ ચેલેન્જ પૂર્ણ કર્યા પછી, ડેવિડ વોર્નરે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની સાથે ખેલાડીઓ સ્ટીવ સ્મિથ, પેટ કમિન્સ, જો બર્ન્સ, ટ્રેવિસ સ્મિથ, પિયર્સ મોર્ગન, એડમ ઝમ્પા અને માર્કસ સ્ટોયનિસને પણ નોમિનેટ કર્યો છે.