નવી દિલ્હી તા.2 : સરકાર પછી હવે ખાનગી બેંકો પણ નવા ફાતવા આપી રહી છે.નોટબંધી પછી થોડા સમય માટે એટીએમ થી રૂપિયા ઉપાડવા પર કોઈ પ્રકાર નો ચાર્જ નહિ લાગે તેવું સરકાર તરફ વલણ દાખવવા માં આવ્યું હતું.ત્યાર થી જ ખાનગી બેંકો માં વિરોધ નો વંટોળ ઉભો થયો હતો.પરંતુ હવે આખરે એચએડએફસી,આઇસીસીઆઈ અને એક્સિસ બેન્ક દ્વારા અસામાન્ય કર નો બોજ પ્રજા પર નાખી દેવામાં આવ્યો છે.લોકો ને કેશલેસ તરફ વાળવા માટે હવે એક થી વધુ વખત વિચાર કરવો પડે તેમ છે.
તમને જણાવી દઈ કે ખાનગી ક્ષેત્ર ની અગ્રણી બેન્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે મહિના માં ચાર થી વધુ ટ્રાન્જેકશન પર રૂ.150 નો ચાર્જ વશુલ કરવામાં આવશે.અને તે આજ થી લાગુ કરવામાં આવી દેવાયો છે.મહિના માં ચાર થી વધુ ટ્રાન્જેકશન કે કેશ ડિપોઝિટ કરવામાં આવશે તો આ ચાર્જ ને જેતે ગ્રાહક પર સીધો બેન્ક દ્વારા વશુલ કરવામાં આવશે જેની જાહેરાત બેન્ક દ્વારા કરવાં આવી છે.
બેન્ક દ્વારા વધુ માં જાણવામાં આવ્યું હતું કે આ ચાર્જ સેવિંગ એકાઉન્ટ માં પણ લાગુ થશે.હાલ આઇસીસીઆઈ દ્વારા દર એક હાજર ના ટ્રાન્જેકશન પર પાંચ રૂપિયા સુધી નો ટેક્સ વશુલવામાં આવશે પરંતુ તે માત્ર 4 ટ્રાન્જેકશન સુધી સીમિત છે.તેના બાદ થી દરેક ટ્રાન્જેકશન પર 150 લેખે વશુલ માં આવશે તેમ બેન્ક દ્વારા જણાવામાં આવ્યું હતું.