મુંબઈ : કોરોના વાયરસ ચેપ સામે લડવા માટે સમગ્ર વિશ્વ તમામ પ્રયાસ કરી રહ્યું છે. જો કે, ઘણા પ્રયત્નો છતાં કોઈ પણ દેશ આ ભયંકર વિનાશને સંપૂર્ણ રીતે પાર કરી શક્યું નથી. તમને જણાવી દઇએ કે કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતે 21 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. જો કે, ઘણા પ્રયત્નો છતાં વસ્તુઓ સંતુલિત થઈ રહી નથી, તેથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ તેમના ટ્વિટર હેન્ડલથી પીએમ કેર્સ ફંડની જાહેરાત કરી હતી.
આ ભંડોળમાં આવતા નાણાંનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં થશે. બોલિવૂડના તમામ દિગ્ગજ કલાકારોએ આ ભંડોળમાં પૈસા દાનમાં આપ્યા છે. અક્ષય કુમાર, આયુષમાન ખુરાના, વરૂણ ધવન અને લતા મંગેશકર જેવા સ્ટાર્સ આ યાદીમાં મોખરે હતા. જોકે, સોનાક્ષી સિંહા દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કદાચ આ વસ્તુ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને ગમી નહીં અને તેઓએ દબંગ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
Minute of silence for trolls who think that just because it wasn't announced,contributions weren't made.Neki kar dariya mein daal,suna toh hoga?Kuch log actually follow karte hai!Ab shaant ho jao & use ur time 2 do some actual good(announcing or not is a personal preference)?
— Sonakshi Sinha (@sonakshisinha) March 31, 2020
સ્થિતિ એવી હતી કે, સોનાક્ષીને પોતે આવીને પોતાની સ્પષ્ટતા કરવી પડી. તેમણે એક ટ્વિટર યુઝરને જવાબ આપતા કહ્યું કે, “ એક મિનિટનું મૌન એ ટ્રોલ્સ માટે જેને એ લાગે છે કે જાહેરાત ન કરવામાં આવી એટલે મેં કોઈ ફાળો આપ્યો નથી. ‘નેકી કર દરિયા મેં ડાલ’, સાંભળ્યું જ હશે ! કેટલાક લોકો ખરેખર આ વાતને ફોલો કરે છે. હવે શાંત થઇ જાવ અને અને તમારા સમયનો ઉપયોગ કોઈ સારા કામ માટે કરો. દાનની જાહેરાત કરવી કે નહીં કરવી તે ખાનગી પસંદની બાબત છે.