મુંબઈ : દેશમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. મહારાષ્ટ્ર આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં કોરોનાના 300 થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ હવે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં કોરોના વાયરસે દસ્તક દીધી છે. મુંબઈમાં આવેલી ધારાવી ઝુપડપટ્ટીમાં કોરોના વાયરસનો પહેલો પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યો છે.
અહીં દર્દી 56 વર્ષનો છે અને તેની સારવાર ચાલી રહી છે. તેના પરિવારના 8 થી 10 લોકોને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. દર્દી જ્યાં રહે છે તે બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવ્યું છે.