ડિજિટલ પેમેન્ટ કંપની ફોન-પેએ બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્શ્યોરન્સના સહયોગથી ‘કોરોના કેઅર’ નામની એક ઈન્શ્યોરન્સ પોલિસીની જાહેરાત કરી છે. કોવિડ-19થી સંક્રમિત અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે તે લોકો માટે માટે આ ઈન્શ્યોરન્સ પોલિસી શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ભારતમાં ઝડપથી કોરોનાવાઈરસના સંક્રમણની સંખ્યા વધી રહી છે. ત્યારે તમામ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીએ આ બીમારીને કવર કરવા માટેની પોલિસી લોન્ચ કરી છે. આ પોલિસીના નિયમો અને શરતો થોડા અલગ છે. 156 રૂપિયાની કિંમત પર આ પોલિસી તે લોકોને 50 હજાર રૂપિયાનું વીમા કવર પ્રદાન કરશે, જેમની ઉંમર 55 વર્ષ કરતાં ઓછી છે અને કોવિડ -19 ની સારવાર આપતી કોઈપણ હોસ્પિટલમાં માન્ય રહેશે. સારવારના ખર્ચને કવર કરવા ઉપરાંત આ પોલિસીમાં પ્રી-હોસ્પિટલાઈજેશન અને પોસ્ટ-કેઅર મેડિકલ ટ્રીટમેન્ટ માટેના એક મહિનાનો ખર્ચ પણ સામેલ છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે, જે લોકો ઘરની બહાર ગયા વગર પણ કેઅર પોલિસી લઈ શકે છે. આ પોલિસીના કિસ્સામાં મેડિકલ ટેસ્ટ કરવાની પ્રક્રિયાને કેન્સલ કરવામાં આવી છે. ગ્રાહકો ફોન પે એપની My Money સેક્શનમાંથી ઓનલાઈન ખરીદી શકે છે. કંપનીનો દાવો છે કે આ સંપૂર્ણ પ્રક્રિયામાં 2 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે છે અને પોલિસી દસ્તાવેજ તરત ફોન પે એપમાં જારી કરવામાં આવશે.