ટેમ્પા માથી રૂ 5.32 લાખનો ઇક્કો કાર માથી રૂ 55 હજારનો મળી કુલ રૂ। 5.91 લાખ ના દારૂ સાથે 4 ની અટક
વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ને મળેલી બાતમી ના આધારે પારડી બગવાડાટોલ નાકા પાસે અને રેંટલાવ પોલીસે ચોકી સામે હાઇવે પર દારૂ ભરેલો ટેમ્પો ગત રાત્રીએ વોચ ગોઠવી દારૂ ભરેલો ટેમ્પો અને ઈકકો કાર ઝડપી સપાટો બોલાવી દીધો હતો
લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને ગત રાત્રીના નેશનલ હાઇવે 8ના બગવાડા ટોલપાસેથી દારૂ ભરેલો ટેમ્પો પસાર થવાનો હોવાની બાતમી મળતા રાત્રીના લગભગ 3:30 વાગ્યે વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમી વાળી નંબર એમએચ 04 એફડી 4920 ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને તેની તલાશી લેતા ટેમ્પામાં દારૂની બાટલી નંગ 9768 જેની કિમત રૂ 5.32.800/- દારૂનો જથ્થો મળી આવતા રૂ 6.00.000/- નો ટેમ્પો સાથે ચાલક અમિતરામશંકર જયસ્વાલ રહે વાપી ડુંગરાની ધરપકડ કરી હતી આ સાથે ઓરવાડ રેટેલાવ પોલીસ ચોકી સામે પણ બાતમી આધારે વોચ ગોઠવી દારૂ ભરેલી ઇક્કો કાર નંબર જી જે 15 સીએફ 4756 માથી દારૂની બાટલી નંગ 1104 જેની કિમત રૂ 55200 મળી આવતા રૂ 2.00.000/-ની કાર સાથે ચાલક ઉમેશ ઈશ્વર પટેલ રહે ધરમપુર નાનીઢોલ ડુંગરી , ધર્મેશ છગન વારલી રહે વાપી કચીગામ, અને શરવણ વીરસિંગ સંગોળીય રહે માંડવગામ ડુંગરી ફળિયાની ધરપકડકરી હતી અને દિવ્યેશનામના સુરત પરવટ પાટીયાના ઈસમ ને વોંટેડ જાહેર કર્યો હતો એલસીબીએ દારૂ ભરેલી ટેમ્પો અને દારૂ ભરેલી ઇક્કો કાર સાથે ખેપિયાને પારડી પોલીસને હવાલે કરતાં પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.