આઇટી વિભાગની નોટિસોનો જવાબ નહીં આપનારા સુરતના પાંચ કરદાતાઓના ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે….જેમાં આવકવેરા વિભાગની રેન્જ 2,3 અને 8 ની ટિમ દ્વારા શહેરના અલગ અલગ કરદાતાઓના ત્યાં તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે…..

પાંચ સ્થળોએ ચાલી રહેલી સર્વેની કામગીરી ઉપરાંત સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ખ્યાતનામ તેલ અને ખાંડ ના વેપારીને ત્યાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે….બુધવારના રોજ બપોરના સમયે આવકવેરા વિભાગની ટીમના દસ જેટલા અધિકારીઓએ આ વેપારીને ત્યાં સર્વે હાથ ધર્યો હતો….સુરતના ઉધના હરીનગર સ્થિત અંબર કોલોનીમાં આશા ઓઇલ મિલ આવેલ છે….વર્ષોથી ખાંડ અને તેલના વ્યવસાય સાથે સંકળાયેલા ડિમ્પલ સાહ ને ત્યાં સર્વેની કામગીરી આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે…..બુધવારથી શરૂ કરવામાં આવેલી સર્વેની કામગીરી ગુરુવારની મોડી રાત સુધી યથાવત રહી હતી….અધિકારીઓએ વેપારીને સાથે રાખી વેપારના તમામ સ્ત્રોત સહિત કોમ્પ્યુટર ડેટા તેમજ એન્ટરીઓ ચકાસવાની કામગીરી હાથ ધરી હતી….જો કે આઇટીના સર્વેમાં આશા ઓઇલ મિલના માલિક પાસેથી કેટલી કરચોરી બહાર આવે છે તે તપાસના અંતે જ બહાર આવી શકે તેમ છે…..