એક બ્લડ ટેસ્ટથી 50 પ્રકારના કેન્સર વિશે જાણી શકાશે. વૈજ્ઞાનિકોએ આ ટેસ્ટ દ્વારા પ્રારંભિક તબક્કે કેન્સર ડિટેકટ કરવાની આશા વ્યક્ત કરી છે. એન્નલ્સ ઓફ ઓન્કોલોજી જર્નલમાં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે, નવા બ્લડ ટેસ્ટથી કેન્સરની સચોટ જાણકારી મેળવી શકાય છે. આ ટેસ્ટ પર બોસ્ટનના ડાના ફાર્બર કેન્સર ઈન્સ્ટિટ્યૂટના સંશોધકો કામ કરી રહ્યા છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કેન્સર શરૂઆતના તબક્કામાં હોવાથી દર્દીની સારવાર થઈ શકે છે.નવા બ્લડ ટેસ્ટથી જાણી શકાશે કે, વ્યક્તિને કેન્સર છે અને તે શરીરના કયા ભાગમાં છે. તેની સચોટ જાણકારી આપશે. તે ઉપરાંત તે કેન્સરનો પ્રકાર બતાવવામાં પણ સક્ષમ છે. આ ટેસ્ટથી વિકસિત કરનારી બાયોટેકનોલોજી કંપની ગ્રેઇલ ઇન્કે સિક્વન્સિંગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ નેક્સ્ટ જનરેશનની સિક્વન્સિંગ ટેક્નિકથી ડીએનએની તપાસ કરી, જેનાથી જનિન સક્રિય અથવા નિષ્ક્રિય હોવાનું જાણવા મળ્યું. ટેસ્ટના પ્રમાણે, ટ્યુમર ડીએનએમાં જઈને શરીરમાં બ્લડની મદદથી સર્કુલેટ થાય છે.
તપાસમાં ડીએનએમાં થતા રાસાયણિક ફેરફારોનું વિશ્લેષણ કરવામાં આવે છે, જેની મદદથી પ્રથમ તબક્કામાં કેન્સર ડિટેક્ટ થઈ જાય છે. રિસર્ચ દરમિયાન 3,052 લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. તેમાં 1, 531 લોકો કેન્સરથી પીડિત હતા, જ્યારે 1.521 લોકોને કેન્સર નહોતું. બોસ્ટનના ડાના ફાર્બર કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધનકર્તા ડો.જેફ્રી ઓક્સનાર્ડના જણાવ્યા પ્રમાણે, ટેસ્ટની મદદથી સ્પષ્ટ રીતે જાણવા મળ્યું કે, તેમાંથી કયા કેન્સરના દર્દી છે અને કયા નથી. નવા ટેસ્ટથી એ પણ જાણવા મળ્યું કે, જ્યાંથી કેન્સરની શરૂઆત થઈ તે ત્યાં કયા ટિસ્યૂ (પેશી) હતા. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જ્યારે કોઈને હકીકતમાં કેન્સર થાય છે, તો તે તેની જાણકારી આપે છે. નવા ટેસ્ટથી સીધા ડીએનએનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ ટેસ્ટ શરૂઆતના તબક્કામાં 18 ટકા કેન્સરના દર્દીઓમાં કેન્સર ડિટેક્ટ કરવામાં સક્ષમ સાબિત થયું છે. જ્યારે ચોથા સ્ટેજના દર્દીઓ તે 93 ટકા સાચોટ જાણકારી આપે છે.