ગળા અને ફેફસાંની સાથે કોરોનાવાઈરસ હવે મગજને પણ અસર કરી રહ્યો છે પણ સમગ્ર વિશ્વના ન્યુરોલોજીસ્ટો પણ તેની પુષ્ટિ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, કોરોનાથી પીડિત દર્દીઓમાંથી એક વર્ગ એવો પણ છે જેમાં સંક્રમણની અસર તેમના મગજ પર પડી રહી છે. નિષ્ણાતોએ તેને બ્રેઈન ડિસફંક્શન નામ આપ્યું છે મગજમાં સોજાને કારણે માથામાં દુખાવો વધી રહ્યો છે. આવા અનેક દુર્લભ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે ઉપરાંત ગંધ સૂંઘવાની અને અલગ અલગ પ્રકારના સ્વાદ પારખવાની ક્ષમતા પણ ઘટી રહી છે. ઈટાલીની બ્રેસિકા યુનિવર્સિટીની હોસ્પિટલ સાથે જોડાયેલા ડો. અલેસેંડ્રો પેડોવાનીના અનુસાર, કોરોનાના દર્દીઓમાં આવા ફેરફાર ઈટાલી અને દુનિયાના બીજા ભાગના ડોક્ટરોએ પણ નોટિસ કર્યા હતા. તેમાં બ્રેઈન સ્ટ્રોક, બ્રેઇન એટેક, એન્સેફલાઇટિસ લક્ષણો, મગજમાં લોહી ગંઠાવાનું, મગજ નિષ્ક્રિય થઈ જાય જેવી સ્થિતિ સામેલ છે. કેટલાક કેસમાં કોરોનાના દર્દી તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે તે પહેલાં જ તેઓ બેહોશ થઈ જાય છે. ઈટાલીમાં આવા દર્દીઓ માટે અલગથી ન્યૂરો-કોવિડ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.
પિટ્સબર્ગ યુનિવર્સિટીના ન્યુરોલોજીસ્ટ ડો. શૈરી ચોઉના જણાવ્યા અનુસાર, નવી માહિતી તાત્કાલિક સામે લાવવાની જરૂર છે. ફેફસાના નુકસાન થવા પર વેન્ટિલેટરથી દર્દી સ્વસ્થ થઈ શકે છે, પરંતુ મગજ માટે આવી કોઈ સુવિધા નથી. તાજેતરમાં કરવામાં રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આવા ઘણા પુરાવા મળ્યા છે કે કોરોનાવાઈરસ હવે માત્ર શ્વાસ લેવા સુધી મર્યાદિત નથી. તે નર્વસ સિસ્ટમ સુધી પહોંચી રહ્યો છે જે શ્વાસ લેવાની ક્ષમતાને નષ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ચીનમાં કરવામાં આવેલ રિસર્ચમાં તેની પુષ્ટિ થઈ છે. ફેબ્રુઆરીમાં કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાથી પીડિત 15% ગંભીર દર્દીઓના માનસિક સ્તરમાં ફેરફાર થયો છે.