મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના લોકોને કોરોના વાયરસ સામેની લડતમાં સહકાર બતાવવા અપીલ કરી હતી. મોદીએ 5 એપ્રિલના રોજ લોકોને 9 મિનિટ માટે તેમના ઘરોની લાઇટ બંધ કરીને દીવાઓ, ટોર્ચ અને મીણબત્તીઓ પ્રગટાવવા વિનંતી કરી હતી.
ભારતના લોકોએ માત્ર વડાપ્રધાનની અપીલ સ્વીકારી જ નહીં પરંતુ એકતાનો સંદેશ પણ આપ્યો. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સ પણ પાછળ રહેતા નથી. બોલીવુડ સ્ટાર્સે પણ આ અપીલનું પાલન તેમના ઘરની લાઇટ્સ બંધ કરવાની સાથે, દીવા અને ટોર્ચ સાથે વડાપ્રધાનની અપીલનું પાલન કર્યું હતું.
હવે સ્ટાર્સના વિડિયોઝ અને ફોટાઓ ઇન્ટરનેટ પર વાયરલ થવાનું શરૂ થઇ ગયું છે. અભિનેત્રી મૌની રોયે તેના ઘરેલુ દીવડાઓ પ્રગટાવ્યા અને તેનો એક નાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. જુઓ અન્ય સ્ટાર્સના Video…