પરમાત્મા દ્વારા રચિત જગતના અસ્તિત્વ ની ધરોહર રૂપે જો કોઈ વસ્તુ હોય તો જ્ઞાન છે. જો જ્ઞાન ન હોત તો મનુષ્ય રોજબરોજ જુદા-જુદા મનોરથો ને સેવીને જીવન ને ધબકતું રાખે છે તે બનીજ ન શક્યું હોત. આ “જ્ઞાન” જગતમાં ક્યાંથી મેળવી શકાય છે. તેનું નિમિત્ત કોણ ? તો તેનાં ફલ સ્વરૂપે ” વિદ્યા શાસ્ત્રસ્ય દ્વે વિદ્યે પ્રતિપતયે” શાસ્ત્ર વિદ્યા અને શસ્ત્ર વિદ્યા આ બન્ને જ્ઞાન માટે જ છે. જેમ સિક્કા ની બે બાજુઓ હોય છે. કોઈ ક્ષેત્ર એ પણ બે જ પક્ષ હોય છે તેનાં વગર તેનાં અસ્તિત્વ વિશે બરોબર વિચારી શકાતું જ નથી.
શાસ્ત્રી કેયુર ભટ્ટ જણાવે છે કે આમ “શસ્ત્ર” નામ સાંભળતા જ મનુષ્યનાં માનસપટલ ઉપર એક ખતરનાક ખોફ સર્જાય જાય છે. પણ મિત્રો એક વાત ચોક્કસ છે કે પરમાત્મા એ રચેલ આ સ્વતંત્ર પ્રકૃત્તિમાં દરેક મનુષ્યની તેનાં જીવન માં રચાતી સ્વતંત્ર વિચારધારા નેં રજૂ કરવાનો હક છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કૃતિ નું મૂળ રામાયણ, શ્રીમદ્ ભાગવત, મહાભારત, અને શ્રીમદ્ ભગવદ્ ગીતા થી જણાય છે. પ્રાચીન ગુરુકુળો અને વિદ્યાપીઠો માં શાસ્ત્ર અને શસ્ત્ર બન્ને જોડે શીખવાડવામાં આવતા “માં ” કોઈ દિવસ એવું ન ઈચ્છે કે મારા પુત્રો નમાલો રહે.
જુઓ આપણો ઈતિહાસ તેમાં રામ, બલરામ, પરશુરામ, ભીમ, અર્જુન વગેરે જેટલા શાસ્ત્રમાં પ્રવીણ તેટલાં જ શસ્ત્રમાં.
અરે! પરશુરામ તો બ્રાહ્મણ હતા અને જગતમાં રચાતી વિચારધારા તો બ્રાહ્મણ વિદ્યા માં શાસ્ત્રોજ ભણી જાણે પણ એવું નથી તેમણે તો વખત આવે 21 વખત પૃથ્વી નેં ક્ષત્રિય વિહોણી કરી દીધી. શસ્ત્ર વિશે હજુ થોડા ઉંડા ઉતરી એ તો શસ્ત્ર થી માણસ મારે પણ ખરો એ કે જે તારે પણ ખરો. આપણાં આધ્યાત્મમાં દરેક દેવી દેવતા ઓ શસ્ત્ર હાથમાં લઇ બીરાજે છે અને જ્યારે જ્યારે ભૂતલ ઉપર રાક્ષસો અને દુષ્ટ લોકો નો ઉપદ્રવ થયો ત્યારે શસ્ત્ર દ્વારા જ તેમનો નાશ કર્યો છે. શાસ્ત્ર ની વાતો સારી લાગે પરંતુ યુધ્ધ તો શસ્ત્ર થી જ લડાઈ. જ્યારે અર્જુન ને વિષાદ થયો ત્યારે ડાહી- ડાહી વાતો કરવા લાગ્યા પણ દુર્યોધન જેવા દુષ્ટો નેં ધર્મ ને કાજે તો શસ્ત્ર થી જ મારવા પડ્યા ત્યાં આ વાતો કામ ન લાગી. તેનાથી એમ નથી માનવાનું કે શાસ્ત્ર ઉપદેશ મિથ્યા છે. શાસ્ત્ર નો ઉપયોગ બેઠા નેં ઉભા કરવા નો છે. અને ઉભા નેં દોડતાં કરવાનું કામ કરે છે.
શાસ્ત્ર અને શસ્ત્ર બન્ને અનુશાસન માં રહેવાનું શીખવાડે છે. શસ્ત્ર ની આગળ સરંજાય વપરાય છે. કે શસ્ત્રસરંજાય પહેલા શસ્ત્રો ની આગળ દિવ્ય શબ્દ લગાડાતો દિવયાસ્ત્ર કારણ કે તેને દિવયાત્મા ઓ તો આની મર્યાદા માં રહીને વાપરતા જ્યારે અત્યારે તો ગલી નાં મુન્નાભાઈ ટપોરી પણ ઉઠાવી નેં ગમે તે ઉપયોગ કરી લે છે. આથી એ વાત તો સિધ્ધ થઈ જ કે શસ્ત્ર હંમેશા શરણાગત ની અને ધર્મ ની રક્ષા કરે જ છે. શસ્ત્ર થી મારવાનો અર્થ નહીં પણ એક ઉચ્ચ ભાવના કૃતિત થાય છે. માતાજી ના હાથમાં એક ભુશુંડી નામનું શસ્ત્ર છે. હાલમાં તેનો અર્થ લોકો બંદુક કરે છે. પણ આધ્યાત્મ માં અગ્ન્યાસ્ત્ર છે. તો તેનાં દ્વારા આપણી તમામ વાસના ઓ માતાજી બાળીને તેમના માસુમિયત થી ભરેલ બાળ બનાવી દે તેવી ભાવના છે.
” ક્ષમામ્ શાસ્ત્ર કરે યસ્ય દુર્જન: કિમ્ કરિષ્યતિ || “