સોનલબેન સોલંકીની ભૂલ પકડીને ફેસબુક પર શેર કરતાં ફેલાયું રમૂજનું મોજુઃ ભાજપ પ્રત્યેનો આંધળો પ્રેમ છબરડા વાળે છે
વલસાડ શહેરમાં છેલ્લા ઘણા જ સમયથી પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી અને આરટીઆઇ એકટીવીટીસ કેતન શાહ વચ્ચે કોલ્ડ વોર ચાલી આવેલ હોવાની વાતો કેમ્પસમાં વહેતી થઇ છે અને કેતનભાઇ શાહ દ્વારા નગરપાલિકામાં ચાલતા ગેરકાયદે કામો મામલે કેટલીક તપાસ અંગેના અખબારી અહેવાલો વચ્ચે ફેસબુક ઉપર ઉતાવળમાં ભાજપની રેલીની જનમેદની ઉત્તર પ્રદેશમાં એકઠી થઇ હોવાનું માની અખિલેશ અને રાહુલ ગાંધીની રેલીના ફોટા અપલોડ કરવાની ભૂલ પણ કેતન શાહે તરત જ પકડી લઇને ફેસબુક ઉપર શેર કરી દેતાં ઉતાવળમાં સોનલબેને કરેલી ભૂલનો ફજેતો થયો હતો અને લોકોમાં હાંસીપાત્ર બની ગયા હતા. સોશ્યલ નેટવર્કીગ સાઇટ ફેસબુક ઉપર ઉત્તર પ્રદેશની જનતાએ ભાજપને સ્વીકારી લીધુ હોવા અંગેના એક મેસેજ સાથે અખિલેશ અને રાહુલ ગાંધીની રેલીના ફોટા મુકી દીધા બાદ તેમને પોતાની ભૂલ સમજાતા ફોટા હટાવી દીધા હતા પરંતુ ત્યાં સુધીમાં કેતન શાહે તે માહિતી પોતાના માધ્યમથી શેર કરી દેતાં લોકોએ કોમેન્ટોનો મારો ચલાવ્યો હતો અને બેન હાંસીપાત્ર બની ગયા હતા.
આ સિવાય વોટસઅપ ગૃપોમાં પણ કેટલાક અખબારોએ ખાસ બ્રેકીંગન્યુઝ બનાવી અપલોડ કરતાં આખો દિવસ આ પ્રકરણ ભારે ચર્ચાનો વિષય બન્યું હતું.