અમેરિકા માં ભારતીયોએ કર્યો વિરોધ પ્રદર્શન
30 થી વધુ સંગઠનો એ ભાગ લીધો , મોટી સંખ્યા માં ભારતીયો રહ્યા હાઝર ભારતીય પર વંશવાદ ને લઇ થઇ રહેલ હમલા ના વિરોધ માં થયેલ આ પ્રદર્શન
અમેરિકા માં હેટ ક્રાઇમ ના દિન પ્રતિદિન કિસ્સાઓ વધી રહ્યા છે આ પહેલા કેન્સાસ માં ભારતીય એન્જીનીયર શ્રીનિવાસ કુચીભોતલા અને સાઉથ કેરોલીન ના ભારતીય વેપારી હરનિશ પટેલ ની હત્યા થયેલ અને શીખ યુવક દીપ રાય પર પણ શુક્રવારે હુમલો થયેલ જેમાં દીપ રાય ને ખભા અને હાથ માં ગોળી લાગેલ
સુષમા સ્વરાજે શીખ યુવકના પિતા સાથે વાત કરી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું કે તેમણે ઈજાગ્રસ્ત યુવક દીપ રાયના પિતા સરદાર હરપાલસિંહ સાથે વાત કરી છે. દીપ રાય પર હુમલાની ઘટનાથી સ્વરાજે દુઃખ વ્યક્ત કર્યું હતું. દીપ રાય હવે ભયમુક્ત છે.
કેન્સાસના ગવર્નર સેમ બ્રાઉનબેકે કહ્યું કે ભારતીય પર થઈ રહેલા હુમલા દુઃખદ છે. દરેક ભારતીય અમારા માટે કિંમતી છે. અમારા રાજ્યમાં ભારતીયનું સ્વાગત છે. બ્રાઉનબેકે કહ્યું કે ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની હત્યા અને આલોક મદાસની પર હુમલાની ઘટનાથી અમને શરમ આવે છે. કોઈ પર હુમલા એ કેન્સાસનું કલ્ચર નથી. અહીંનાં લોકો ભારતીયનું મહત્ત્વ સમજે છે.