રાજ્યમાં જીવલેણ કહી શકાય તેવા કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે વિવિધ પોઇન્ટ ચોકડી સરહદોએ સેવા બજાવતા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક બ્રિગેડ ગ્રામ રક્ષક દળ વિ. લોકરક્ષકો માટે નવસારી જિલ્લા પોલીસ વડા ડૉ.પંડ્યાએ આવા પોલીસકર્મીઓ ના આરોગ્યની સારસંભાળ રાખવા બે મોબાઈલ સેનેટાઈઝર બનાવડાવી તેનો જિલ્લામાં ઉપયોગ શરૂ કર્યો છે.
તા.૯/૪ના રોજ ૧૦-૩૦ કલાકે ચીખલી બસ સ્ટેન્ડ સામેના પોઇન્ટ ખાતે મોબાઈલ સેનેટાઈઝર વાહનમાં લગભગ દસેક જણાએ સેનેટાઈઝેશનની પ્રક્રિયા માટે પારદર્શક કેબિનમાં પ્રવેશ કરી જંતુનાશક દવાના છંટકાવનો લાભ લીધો, અને ચેપરહિતતા અનુભવી હતી
નવસારી જિલ્લા પોલીસ વડા ડૉ. ગિરીશ પંડ્યા દ્વારા જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવતા ૨૩૦૦ કર્મી-જવાનો મહિલાઓ માટે પાળી પુરી કરતા અને બીજી શરૂ કરતાં તમામની મોબાઈલ સેનેટાઈઝર છંટકાવથી જંતુ-ચેપ રહિત કરી આરોગ્યની વધુ તકેદારી લેવામાં આવી રહી છે.