કોરોના વાઈરસ સામે લડવા માટે રાષ્ટ્રીય લોકડાઉન પછી મુંબઈ, ગુજરાત, દમણ, સેલવાસ વગેરે ઔદ્યોગિક એકમો અને અન્ય કામો કરતા પરપ્રાંતીઓએ બધા જ વાહન વ્યવહાર બંધ હોવાથી પોતાના કુટુંબ અને ઘર વખરી લઈને હાઇવેથી પગપાળા પોતાના દેશ તરફ કૂચ આદરી હતી. પરંતું આનાથી સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ નો ભય વધતાં વલસાડ જિલ્લાના વાઘલધરા પાસે હોટલ રાહગીર પાસે પોલીસોએ તેમને ૨૨ તારીખે અટકાવ્યા હતા. તે દિવસથી ૧૫૦ થી વધુ પરપ્રાંતીય શ્રમિકોને હોટલ રાહગિર નાં સંચાલકો આશિક અલી અને મહમદ અલી એ સારી ક્વોલિટી નું જમવાનું તેમને આપ્યું. તે બાદ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એ આ શ્રમિકોના જથ્થાને નેશનલ હાઇવે પર દાદા શ્રી ફાઉન્ડેશન માં કેમ્પ બનાવી તેમને રાખ્યા છે. તંત્ર એ આ શ્રમિકો માટે રેહવાની, કપડાં ની અને બાળકો માટે જરૂરી રમકડાં, સંસાધનો ની વ્યવસ્થા આર. એમ. ડી. કેન્સર હોસ્પિટલ ટ્રસ્ટ અને સ્ટાફ તરફ થી કરવામાં આવી છે તેમજ જમવાની, ચાહ નાસ્તાની વ્યવસ્થા પણ બાલાજી વેફર્સ, રાહગીર હોટલ અને આર. એમ. ડી. કેન્સર હોસ્પિટલ આયુર્વેદિક કોલેજ ટ્રસ્ટ અને સ્ટાફના રાકેશ ગાંધી દ્વારા કરવામાં આવે છે.
હોટલ રાહગીર ના સંચાલકો એક સામાન્ય હોટલ માલિક હોવા છતાં ખૂબ જ પ્રેમ અને ઉત્સાહ થી સમગ્ર કામગીરી સંભાળે છે. જે ખરેખર ખૂબ જ ધન્યવાદ ને પાત્ર છે.