વલસાડ જિલ્લામાં કપરાડા જેવા અંતરિયાળ તાલુકાના ગામોમાં શ્રમિક વર્ગ જે રોજિંદા કમાઇને રોજ ખાતો હતો. તે લોકડાઉનને પગલે બેરોજગાર બન્યો છે. આવા પરિવાર માટે આર્થિક તંગીને કારણે ઘરમાં અનાજ રાશન મેળવવુ મુશ્કેલ બન્યું છેત્યારે વલસાડ ક્રાઈમ બ્રાન્ચ અને અનાવિલ પરિવાર ના સયુંકત ઉપક્રમે કપરાડા તાલુકાના આરણાઈ, નળી મધની આમધા, જેવા ગામોમાં પહોંચી 150 થી વધુ લોકોને અનાજની કીટ માસ્ક બિસ્કિટ સહિતની ચીજો નું જરૂરિયાત મંદ પરિવારોને વિતરણ કર્યું હતું.કપરાડાના દરેક ગામોમાં વિતરણ માટે સાથે આવેલા એલ સી બી પી આઇ ડી ટી ગામીત અને પી એસ આઇ સી એચ પનારાની ટીમે કોરોના જેવી ગંભીર બીમારી અંગે બચવા માટે સાવચેતી રાખવા જરૂરી માર્ગદર્શન આપી અને જો શરદી ખાંસી તાવ જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવા માટે પણ લોકોને સૂચન કર્યુ હતું.