વલસાડ નગરપાલિકાના સફાઇ કામદારોને સમયસર પગાર ન મળતા અને સામેના દિવસોમાં તહેવાર હોવાથી પૈસાની જરૂરીયાતને લઇને સફાઇ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા. જેમાં આશરે ૩૦૦ થી વધુ સફાઇ કામદારો આ હડતાલમાં જાડાયા હતા. આ હડતાલમાં કામદારો એ જણાવ્યું કે દર વખતે વાર તહેવાર પર નગરપાલિકામાંથી પગાર નહી મળતા કામદારોએ હડતાલના માર્ગે જવું પડે છે. અને લોકો પાસે પૈસાની ભીખ માંગવી પડે છે સામેના દિવસોમાં હોળીનો તહેવાર છે અને આ તહેવારમાં પરિવાર માટે કોઇ ચીજવસ્તુ તો ઠીક ઘરમાં ખાવા પીવાની વાનગી લાવવાના ફાંફા પડી રહ્યા છે પગાર માટે જે તે અધિકારીઓને રજૂઆત કરવા છતાં પગાર આપ્યો નથી. જેને લઇને વલસાડ નગરપાલિકાના આશરે ૩૦૦ થી વધુ સફાઇ કામદારોએ આજે અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી છે અને જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી હડતાલ પાછી ખેંચાશે નહીં.