એમ.જી. રોડ ઉપર અન્ય ચાર માળનું મકાન રસ્તો સાંકડો છે તેમ કહી રદ કરાયાની વાત
વલસાડમાં શીલાપાર્કના મેધ રચના ટાવર તિથલ રોડ ઉપર ૧૮ મીટરની રેન્જમાં આવે છે ખરું તે વાત ચર્ચાનો વિષય છે આજ રોડ ઉપર અન્ય એક ચાર માળનું મકાન રસ્તો સાંકડો છે તેમ કહીને રદ થઇ શકતું હોય તો આવડો મોટો ટાવર તંત્રને કેમ દેખાતો નથી તે વાત ચર્ચાનો વિષય બની ગઇ છે અગાઉ પણ પાલિકા અને જીલ્લા કલેકટર કચેરી વચ્ચે આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ રહ્યું હતું અને રીન્યુઅલ બાબતે ભારે વિવાદ ઉભો થયો હતો. તિથલ રોડ વિસ્તારમાં શીલાપાર્ક નામે ઓળખાતી બિલ્ડીંગ જે ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૨ ના ફાયનલ પ્લોટન નં.૮૯ માં આવેલી છે જેમાં મેઘ રચના ટાવર કે જેનો સીટી સર્વે નંબર ૪૦૦૦, ૪૦૦૧, ૪૦૪૭, ૪૦૪૮ તથી ૩૦૯૦ છે તેના રીન્યુઅલ મામલે ભારે મથામણ રહી હતી અગાઉ પણ જ્યારે પહેલો બાયલોસ પાસ થયો ત્યારબાદ દર વર્ષે જે રીન્યુઅલ પ્રક્રિયા કરવાની હોય તેમાં ચૂંક થઇ હોવાની વાતો વચ્ચે તંત્રવાહકો દ્વારા આ પ્રકરણમાં ભારે મથામણ રહી હતી.
અલબત્ત નિયમો ની વાત આવે તો નિયમો મુજબ અહી કરવામાં આવે તો ઘણું કુંડાળા બહાર આવે તેમ છે.
[espro-slider id=10575]