વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીઓની જાહેરાતમાં ફોટો આપવાનો પણ વિરોધ
મુકેશ અંબાણીનાં જીઓ દ્વારા પહેલા ૯૦ દિવસ ડેટા અને વાતચીત મફતમાં કર્યા બાદ એને વધુ ૯૦ દિવસ એટલે કે કુલ ૧૮૦ દિવસ ફ્રી કરવાની પ્રક્રિયા કાયદાની વિરૂધ્ધ છે એટલે આ જીયો કંપની સામે દંડ અને સખ્ત કાર્યવાહી કરવાની માંગ માટે આજરોજ ભારત સંચાર નિગમ વલસાડનાં એકઝીકયુટીવ અને નોન એકસીક્યુટીવ નાં યુનિયનો દ્વારા માંગ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્તરે એકસીક્યુટીવ અને નોન એકસીક્યુટીવનાં યુનિયનો અને એસોશિએસન દ્વારા દરેક જીલ્લા લેવલે રેલી કાઢી ગર્વનર અને જીલ્લા મેજીસ્ટ્રેટ ને આવેદનપત્રો આપવાનું નક્કી થતાં વલસાડ ખાતે પણ યુનિયનનાં કર્મચારીઓએ આવેદન પત્ર આપ્યું હતું.
આવેદનમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ગ્રાહકોનાં લાભ માટે ૧૦૦ ટકા સરકારની માલિકી ધરાવતી બી.એસ.એન.એલ નાં લાભ માટે અને અસ્તિત્વ માટે વડાપ્રધાનના તા.૩૦-૧૨-૨૦૧૬ નાં ટેલીકોમ્યુનિકેસન નાં સચિવને બી.એસ.એન.એલ ને ખાનગી કંપનીને વેચાણ કરવાની નીતી આયોગને કરેલ ભલામણનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત અલગ ટાવર કંપની સબરનડીયરી કંપની બનાવવાનો પણ વિરોધ કરવામાં આવ્યો છે યુનિયનોએ જીઓ રીલાયન્સ કંપનીએ જાહેરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ફોટાનો ઉપયોગ બદલ મોટો દંડ કરવાની માંગણી પણ કરી છે. બી.એસ.એન.એલ પાસે ગુણવતાવાળા ૪જી સ્પેકટમ ની પણ માંગણી કરવામાં આવી છે. યુનિયન દ્વારા આ માંગણીઓ ટેલીકોમ્યુનિકેશન ક્ષેત્રે ગળાકાપ હરિફાઇમાં ટકવા અને ગ્રાહકોને સસ્તા દરે સારી સગવડ આપવા માટે કરવામાં આવી છે તેવું યુનિયન અને એસોશિએશન ઓફ એકઝીકયુટીવ અને નોન એકસીક્યુટીવ દ્વારા જણાવવામાં આવ્યું હતું.