કોરોના સ્થિતિ માં વલસાડ માં મોટાભાગે નિરાશ્રિત હાલત માં જિંદગી જીવનાર ભિક્ષુક સહિત ના પરિવાર ને વલસાડ કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય માં આશરે ૨૦૦ થી વધુ લાભાર્થીઓને આશ્રય અપાયો છે ત્યારે તેઓ ની હાલ ની સ્થિતિ જાણવા જ્યારે સત્યડે ની ટીમે મુલાકાત લીધી તો જોઈને વિશ્વાસ ન આવ્યો કે આ આજ લોકો છે કે થોડા દિવસ પહેલા આમતેમ ભટકતા હતા કારણકે આ લોકો નું જાણે જીવન જ બદલાઈ ગયું હતું અને ચા , નાસ્તા સાથે ભોજન અને સવાર માં
એક બે કલાક યોગા નું શિડયુલ ગોઠવાયેલું જણાયું હતું અહીં પ્રીતિ બેન પાંડે દ્વારા આ લોકો એ યોગા કરવામાં આવે છે જેથી તેમનું સ્વાસ્થ્ય સારું અને નિરોગી રહે ત્યાર બાદ સવારે ચાબસાથે નાસ્તો બપોરે ભોજન બાદ આરામ ત્યાર બાદ ફરી થી રમત ગમત અને કસરત વગરે જોઈ તમામ ઘણા ખુશ નજરે પડ્યા હતા જોકે તેઓ માટે હવે ઘણી સામાજિક સંસ્થા આગળ આવી છે ત્યારે તેમને સ્વચ્છ કરવા માટે માથા ના વાળ તેમજ સેવિંગ પણ કરી આપવામાં આવી રહી છે સાથે નાહવા માટે સાબુ શેમ્પૂ માથા માં નાખવાનું તેલ માથું ઓળવા માટે કાંસકા સહિત આપવામાં આવી રહ્યા છે
આ કુમાર છાત્રાલય માં મંડપ બાંધી દેવાયો છે
અને તંત્ર દ્વારા ખડેપગે એમની સેવામાં જોતરાઈ ગયું હોવાનું નજરે પડ્યું હતું.