એક વર્ષો જૂની કહેવત છે કે ‘માં તે માં બીજા વગડા ના વા’ કોરોના ની સ્થિતિ વચ્ચે જેતપુરમાં એક નિસહાય વિધવા માતા પોતાના બીમાર દીકરા ને હોસ્પિટલ સુધી લઈ જવા માટે કોઈ વાહન ન મળતા ઉનાળા ના આકરા તાપ માં પણ એક લારી માં બીમાર પુત્ર ને સુવડાવી તેને 2 કિલોમીટર સુધી લારી ખેંચીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો આ દ્રશ્ય જોઈ ઉપસ્થિત લોકો પણ ભાવુક થઈ ગયા હતા. જાણવા મળેલી વિગતો મુજબ
ત્રણ મહિનાઅગાઉ પોતાના દીકરાને એકસ્માત નડતા ઓપરેશન કરાવ્યું હતું અને પેશાબ માં રસી થઈ ગઈ હતી. આથી દુખાવો વધતા હોસ્પિટલ લઇ જવાની નોબત આવી હતી. જેમ તેમ કરીને માતા દીકરાને જેતપુર હોસ્પિટલ તો લાવી પરંતુ ફરજ પરના તબીબે તેને જૂનાગઢ રીફર કરવાનું કહેતા માતા મુંજવણ માં મુકાઈ ગઈ હતી અને માતાએ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનું કહ્યું તો હોસ્પિટલ દ્વારા કોઇ એમ્બ્યુલન્સની સુવિધા નથી તેવું જણાવી દીધું હતું જૂનાગઢ લઇ જવા માટે એમ્બ્યુલન્સને ભાડાના પૈસા પણ ન હોવાથી મજબૂર માતા પોતાના વ્હાલસોયા દીકરા ખાતર જેતપુરના ગાયત્રી મંદિર પાસેથી તેને રેંકડીમાં સુવડાવીને મન મક્કમ કરી ધોમ તડકા માં પણ સિવિલ હોસ્પિટલમાં લઈ આવી હતી આ મહિલા એ 108માં પણ ફોન કર્યો હતો પરંતુ ત્યાંથી એવો જવાબ મળ્યો કે હાલ જૂનાગઢ ગાડી ગઇ છે તેથી હાલ બીજી ગાડી નથી તેથી ન છૂટકે પોતાના પુત્ર નું દુઃખ નહિ જોઈ શકનાર જનેતા તેને લારી માં સુવડાવી હોસ્પિટલ સુધી લઈ ગઈ હતી.