નવી દિલ્હી : કોરોના વાયરસ રોગચાળાને હરાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 3 મે, 2020 સુધી વધારવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં લોકોને સાત અપીલ કરી હતી, પરંતુ કોંગ્રેસે હવે વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દેશ લોકડાઉનને સમર્થન આપે છે, પરંતુ સરકારે દેશવાસીઓને માત્ર જવાબદારીનો અહેસાસ ન કરાવવો જોઈએ, પણ તેમની જવાબદારીઓ નિભાવવી જોઈએ.
આ સાથે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારને 7 પ્રશ્નો પૂછ્યા છે, જેના પર જવાબો માંગવામાં આવ્યા છે.
- કોરોનાની અટકાયતનો એકમાત્ર રસ્તો છે – ટેસ્ટિંગ. 1 ફેબ્રુઆરી,2020થી 13 એપ્રિલ,2020 સુધીમાં એટલે કે 72 દિવસમાં દેશમાં ફક્ત 2,17,554 કોરોના ટેસ્ટ થયા છે. દિવસ દીઠ સરેરાશ 3,021 ટેસ્ટ (પરીક્ષણો) છે, પરીક્ષણમાં અનેકગણો વધારો કરવાની યોજના શું છે?
- કોરોના સામે ફ્રન્ટ લાઇન યોદ્ધાઓ ડોકટરો-નર્સો-આરોગ્ય કર્મચારીઓ-પોલીસ-સફાઇ કર્મચારી છે. અત્યાર સુધી, તેમના માટે એન -95 માસ્ક અને પીપીઇની વિશાળ અછત છે. આ મુદ્દે શા માટે તમારું મૌન છે ? આ રક્ષણાત્મક કવર ક્યારે ઉપલબ્ધ થશે?
- પલાયન કરી ચૂકેલા કરોડો મજૂરો આજે રોજગાર અને ખોરાકની કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ સંવેદનશીલ અને માનવ મુદ્દા પર તમારો એક્શન પ્લાન શું છે?
- લાખો એકર ઘઉં અને રવી પાક લણણી માટે તૈયાર છે, પરંતુ કેમ કોઈ વ્યવસ્થા નથી? સમયસર લણણી કરવા અને એમએસપી પર પાક ખરીદીની ખાતરી કરવા માટે તમે શા માટે મૌન છો? દેશનો અન્નદાતા અને ખેતી તમારી અગ્રતા સૂચિમાંથી બહાર શા માટે છે?
- કોરોના પહેલા પણ દેશનો યુવા અભૂતપૂર્વ બેરોજગારી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. હવે બેરોજગારી- નોકરીમાંથી છૂટા કરવા – રોજગારનો દર એક ભયંકર સ્વરૂપ લઈ રહ્યો છે. તમારું ‘કોવિડ -19 ઇકોનોમિક રિકવરી ટાસ્ક ફોર્સ’ ક્યાં ગુમ થયેલ છે? કરોડો યુવાનો ક્યાં જાય ?
- દેશના અર્થતંત્રની કરોડરજ્જુ – દુકાનદારો, નાના અને મધ્યમ ઉદ્યોગો આજે પતનની ધાર પર છે. કૃષિ પછી મહત્તમ રોજગાર આ વિસ્તારોમાં છે. તેમને પાટા પર પાછા લાવવા અને આર્થિક સહાય કરવા માટે તમારો એક્શન પ્લાન શું છે?
- સમગ્ર દુનિયામાં કોરોનાથી ઉદ્ભવતા આર્થિક સંકટને પહોંચી વળવા માટે કરોડો અને અબજો રૂપિયાના આર્થિક પેકેજ લાગુ કરવામાં આવ્યા. આ સૂચિમાં તમારી સરકાર શા માટે છેલ્લે કેમ ઉભી છે? હેતુ અને નીતિનો આ અભાવ દેશને ભારે પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આજે દેશને સંબોધન કરતી વખતે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને નીચે મુજબની 7 વિનંતીઓ કરી હતી.
- પોતાના ઘરમાં વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે.
- લોકડાઉન અબે સોશિયલ ડિસ્ટનસિંગની લક્ષ્મણ રેખાનું પાલન કરો.
- આપણી ઇમ્યુનિટી વધારવા આયુષ્ય મંત્રાલયના આદેશનું પાલન કરો
- આરોગ્ય સેતુ મોબાઈલ એપ જરૂર ડાઉનલોડ કરો.
- જેટલું હોય એટલું ગરીબ પરીવરની મદદ કરો.
- કોઈને નોકરીમાંથી ન કાઢો.
- તમામ વર્ગના લોકોને મદદ કરો અને ધ્યાન રાખો.