ભીમરાવ રામજી આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા, તેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી તેઓ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીના કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના પ્રથમ કાયદામંત્રી હતા.1946 માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂટાયા ડીસેમ્બર 1946 માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના લોકો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા.
29 એપ્રિલ 1947 માં બંધારણ સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભર માંથી નાબૂદ થયેલી જાહેર કરી. છેવટે ભારતના ભાગલા નિશ્ચિત બન્યા ભારત પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા 3 ઓગસ્ટ 1947 માં ભારતની વચગાળાની સરકાર રચાઈ ભારતની વચગાળાની સરકારમાં ડૉ બાબાસાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. 29 ઓગસ્ટ ડોક્ટર આંબેડકર ની ભારતના બંધારણનીય ડ્રાફ્ટટિંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. ડોક્ટર આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી 1948 ના છેલ્લા અઠવાડિયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ને સુપ્રત કરી. 4 નવેમ્બર 1948 ના રોજ ડોક્ટર આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે બંધારણમાં 315 અને 8 પરિશિષ્ટ હતા. 26 નવેમ્બર 1949 ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યો. આ વખતે બંધારણ સભાના પ્રતિનિધિઓ તેમજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ડોક્ટર આંબેડકર ની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. 26 જાન્યુઆરી 1950 થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.