કોરોના ના લોક-ડાઉન ના લીધે જે 21 દિવસનું હતું તે હવે લંબાવાઇ ગયું છે. ત્યારે ઘણાં એવા લોકો હશે, જે બહારથી તો બરોબર દેખાતા હશે! પણ અંદરથી ઘણાં તૂટેલ હશે, કારણકે 21 દિવસ થી રોજગાર બંધ છે અને હજુ બીજા 19 દિવસ બંધ રેહવાની ભીતિ સેવાઇ રહી છે. ભલે સજાગ નાગરિક તરીકે દેશ ની સેવા ના કરી શકાઈ પરંતુ આપણે આસ-પાસ ના લોકો ની મદદ જરૂર કરવી જોઇએ.
તો આવા લોકો ની મદદ કઈ રીતે કરશો:
- તમારા પાડોશી ના ઘરની પરિસ્થિતિ તાપસ કરો.
- દોસ્ત ની ઘરની તપાસ કરો.
- અને એમને બની શકે તો ઘરનું રાસન આપો.
- અથવા રૂપિયા રોકડા આપો.
- ઉધાર આપું છું પછી આપી દેજો કહી દેવાનું.
- પૂછતી વખતે તેના મોઢા સામે ન જોવું.
- એ દોસ્ત ને ફોન અથવા એકલાં હો ત્યારે પૂછવું.
- અને દાન લાયક હોય તો, તેને દાન ના રૂપિયા આપવા તેને કહેવાની જરૂર નથી કે આ દાન ના રૂપિયા છે
- સગા સંબંદીઓ ને પૂછો કે કોઈ ચીજ વસ્તુઓ ની જરૂર ખરી!
- અને તમે ના આપી શકતા હો તો બીજા ને કહો.
- ચાર જણના પરિવાર ને રૂપિયા 2500 માં જીવન જરૂરી સમાન પૂરી પાડી શકાય છે.
- ખાસ વાત આ મેસેજ આગળ જરૂર મોકલજો જેનાથી તમે નહીં તો બીજા વાંચનાર જ કોઈ ની મદદ કરે અને આ મેસેજ નો જવાબ મળશે.
- જરૂર નથી કે 8000 નો મોબાઈલ હશે તો તે વ્યક્તિ ઘરમાં પણ બરાબર હશે!
- મિત્રો,કોઈની મજબૂરીનો લાભ ન લેતાં પણ યથાશક્તિ પ્રમાણે મદદ કરજો.