પારડી પરીયા રોડ ભેંસલાપાડા સાંઈ મંદિરનો પાંચમો પાટોત્સવ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજ રોજ સવારે મંદિર થી સાંઈ બાબાની પાલખી યાત્રા નીકળી જે પારડી નગરમાં ફરીને સાંઈ બાબાના મંદિરે આવી હતી. સવાર થીજ યજ્ઞ, ધજા રોહણ, તેમજ સાંજે ૪ઃ૩૦ કલાકે મહાઆરતી બાદ પારડી નગરજનો તેમજ આસપાસ ના ગામના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં સાંઈ બાબાના મંદિરે દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ સાથે રાત્રીના ૮ કલાકે દર વર્ષના જેમ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ૫ એપ્રિલના રોજ રામ નવમી ઉત્સવ માં મંદિરના રોશન મહારાજે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. સાઈ બાબા યુવક મંડળના દિલીપભાઈ, રાજુભાઈ, મહેશભાઈ, તેમજ રાજેશ યાદવ વગેરે યુવાનો સાથે મંદિરનો પાટોત્સવ નું સફળ આયોજન કરી રહ્યા છે. તેમજ ધાર્મિક કાર્યક્રમ ઉદાર હાથે સાઈ ભક્તો એ દાન ની જાહેરાત કર રહ્યા છે.