પારડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય નું ઉદ્દઘાટન
પારડી શહેરના ચીવલરોડ બાલદા જકાતનાકા પાસે અવધૂત બિલ્ડીંગ ના શોપિંગ સેન્ટરમાં રવિવારના રોજ પારડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય નું ઉદ્દઘાટન કોંગ્રેસના અગ્રણી ગૌરવ પંડ્યા ના હસ્તે કરવામાં આવ્યું હતું. જયારે ગુજરાતમાં વિધાન સભા ચૂંટણીનું કાઉન ડાઉન શરુ થઇ રહ્યું છે ત્યારે કોંગ્રેસ ભાજપ તેમજ અન્ય પાર્ટી ચૂંટણીના તૈયારીમાં લાગી પડી છે. ત્યારે પારડી ૧૮૦ વિધાનસભા બેઠકના પારડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય નું ઉદ્દઘાટન થઇ ગયું છે. અને કાર્યકર્તાઓને ચૂંટણીના કામો માટે તૈયારી માં રહેવા કોંગ્રેસના નેતાઓ જણાવી રહ્યા છે. તેમજ પારડી શહેરના વિવિધ કાર્યકર્તાઓને કોંગ્રેસના હોદ્દાઓ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પારડી વાપી વિધાન સભાની ૧૮૦ બેઠક માં બે નામો ભરતભાઈ પટેલ પારડી અને ખંડુભાઇ પટેલ વાપી જિલ્લામાંથી મોકલી આપ્યા છે. જેમાં પારડીના ભરતભાઈ નું નામ ટિકીટના દાવેદાર માટે ચર્ચામાં પ્રથમ રહ્યું છે. કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે જિલ્લા પ્રમુખ કિશનભાઇ પટેલ, જીતુભાઇ ચૌઘરી, ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ, વિશ્વનાથ રાય, હેમંત દેસાઈ, પીરુ મકરાણી, પારડી તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ સતિષભાઈ પટેલ, પારડી શહેર હેમંત ભગત, બિપિન પટેલ, તેમજ મહિલાઓ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.