કોરોના સ્પેશ્યલ હોસ્પિટલ પૂણેમાં તૈયાર થઈ ગઈ છે. સસૂન હોસ્પિટલ પરિસરમાં આવેલી આ 11 માળની ઈમારતનું નિર્માણ કાર્ય 2008 થી કામ ચાલી રહ્યું હતું. આ વર્ષે માર્ચ સુધી 75% કામ પુરી થઈ ગયું હતું. બાકીનું એક વર્ષની અંદર થવાનું હતું. પરંતુ કોરોનાની ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને માત્ર 15 દિવસમાં બાકીનું કામ પુરું કરી લીધું છે. હોસ્પિટલમાં 700 બેડની વ્યવસ્થા છે, સોમવારે આમાં 70થી વધું કોરોના દર્દીઓને શિફ્ટ પણ કરવામાં આવ્યા છે. PWD ના અધીક્ષક રાજેન્દ્ર રહાણએ જણાવ્યું કે, માર્ચમાં જ્યારે અમે આ ઈમારતના નિર્માણના કાર્યને વેગ આપવાનો નિર્ણય કર્યો, ત્યારે પ્લાસ્ટર, પેઈન્ટિંગ, પ્લમ્બર, લિફ્ટનું કામ બાકી હતું. સાફ સફાઈ, અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન, પાણીની પાઈપલાઈન, મેડિકલ ગેસની પાઈપલાઈન અને આ પ્રકારની અન્ય વ્યવસ્થાઓને યુદ્ધ સ્તરે પુરી કરવામાં આવી છે.લોકડાઉનના કારણે કામમાં અડચણ આવી રહી હતી તો ઘરે ઘરે જઈને લોકોને લાવવા અને 15 દિવસની અંદર પેઈન્ટીંગ સાથે જ લિફ્ટ લગાવવાનું કામ પણ પુરુ કરવામાં આવ્યું હતું.