કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને દેશ ના વડાપ્રધાન મોદીજી એ કોરોના ને આગળ વધતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરી દીધું છે અને લોકો ને અનાજ આપવાની જાહેરાત પણ કરી દીધી પરંતુ સરકારે એવું અનાજ આપ્યું કે જે ચોખા માં કીડા , ખીલા , કાંકરા નીકળ્યા હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે વલસાડ ના કોસંબા પંચાયત માં ખાતે આવેલ રેસનીગ ની દુકાન માંથી જરૂરિયાતમંદ ગ્રામજનો ને અપાયેલા ચોખા માં કીડા ખીલા ,કાંકરા અને કચરો નીકળતા લોકો ચોંકી ગયા હતા અને સરકારે ગરીબો ની મજાક કરી હોવાનું સપાટી ઉપર આવતા ગ્રામજનો માં નારાજગી જોવા મળી હતી
કંટ્રોલ વિક્રેતા વિજય ભાઈ નારણભાઈ મેહતા ને આ બાબતે પૂછતાં તેઓ એ ઊપર થી આવેલા જથ્થા ની ગુણો બતાવી કાંકરા અને ખીલા તેમજ કચરા વાળું અનાજ આપ્યા ની આડકતરી કબૂલાત કરી લીધી હતી અને આ ગુણો માંથી આવું ખાઈ ન શકાય તેવું અનાજ લાભાર્થીઓને ને આપતા હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઇ છે જોકે મોરા ભાગડા ખાતે રહેતી અદિતિ પટેલ નામની જાગૃત યુવતી એ નાગરિકો સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો અને વલસાડ જિલ્લા કલેકટર સહિત સબંધિત વિભાગો માં સોશિયલ માધ્યમ થી રજુઆત કરી તંત્ર ને દોડતું પણ કરી દીધું હતું ત્યારે સવાલ એ થાય છે કે સરકાર મોટી જાહેરાતો કરી આવુજ કચરા જેવું અનાજ આપી શુ સાબિત કરવા માંગે છે જોકે અત્યાર સુધી જૂની પેઢી માં ફાવી ગયેલા નેતાઓ હવે નવી પેઢી ને ઉલ્લુ નહિ બનાવી શકે કારણ કે હવે ની પેઢી જાગૃત થઈ ગઈ છે અને દેશ માં ચાલતા આવા તાયફા સામે અવાજ ઉઠાવી જવાબ માંગશે વલસાડ માં પણ ગરીબો ને અનાજ આપવાના નામે કચરા અને કાંકરા વાળું ફેંકી દેવા જેવું હલકી કક્ષાનું અનાજ આપી ગરીબો ની મજાક થતા જાગૃત યુવતી એ અવાજ ઉઠાવી પડકાર ફેંકતા સબંધીતો દોડતા થઈ ગયા હતા અને મફત ના અનાજ વિતરણ ની પોલ ખુલી ગઈ હતી.