કોરોના વાયરસના કારણે કેન્દ્રએ 3 મે સુધી લોકડાઉનની સમય મર્યાદા વધારી છે. સરકાર દ્વારા આ અંગે બુધવારે નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જે મુજબ જલ્દી જ ગ્રાહકો e-commerce પ્લેફોર્મ જેવા કે એમેઝોન, ફ્લિપકાર્ટ થી જરૂરી સામાન ખરીદી શકશે. આ નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે તમામ ગતિવિધિઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનુમતિ પછી 20 એપ્રિલથી જ લાગુ થશે.
નવા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે સીમાંકિત નિયંત્રણ ક્ષેત્રો, હોટસ્પોટ અને રેડ ઝોનને છોડીને પૂરા દેશમાં તમામ જગ્યાએ માલ લેવા-લઇ જવાની અનુમતિ આપવામાં છે. આ માલ અને પાર્સલના પરિવહન માટે રેલવે સંચાલન, માલવાહક અવર જવર માટે હવાઇ અડ્ડા અને કાર્ગોને માટે લેન્ડ પોર્ટને પણ શરૂ કરવાનું સમાવિષ્ટ છે, સાથે જ ડિલિવરી માટે ટ્રકો અને e-commerce વહાનોની હેરાફેર પણ ચાલુ કરવામાં આવશે. સરકારે જણાવ્યું કે આવશ્યક વસ્તુઓની શુંખલામાં આવતી તમામ સુવિધાઓ અને વસ્તુઓ માટે વ્યવસ્થા ઊભા કરવામાં આવશે. જે સ્થાનિક દુકાનો, રિટેલ સ્ટોર અને e-commerce કંપનીઓના સામાન આપે છે તેમને ડિલિવરીની પણ અનુમતિ આપવામાં આવશે. જો કે આ તમામ વાતોમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું કડક પણે પાલન થવું ફરજીયાત છે.