અમદાવાદ શહેર માં દિવસે ને દિવસે કોરોના વાયરસ ના કેસો માં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ના સલ્મ વિસ્તાર ગણાતા ગુલબાઈ ટેકરા માં 2 દિવસ પહેલા જ કોરોના ના 6 કેસ પોઝિટિવ આવ્યા હતા ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુલબાઈટેકરા ને ક્લસ્ટર કોરોન્ટાઇન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે પોલીસ ખાતા દ્વારા આ સ્લમ વિસ્તાર ના લોકોને કોઈ જ પ્રકાર નું અનાજ કરીયાનું કે દૂધ પણ લેવા જાવા દેવામાં આવતા નથી અને કોઈપણ દ્વારા અમારા સુધી પહોંચાડવા માં આવતું નથી જેને લઈ ને આજે ગુલબાઇટેકરા ના 500 થી વધુ રહીશો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને લગાવવા માં આવેલ બેરીકેટો પણ તોડી પાડવા માં આવતા પોલિસ દોડતી થઈ જવા પામી હતી.ગુલબાઇટેકરા ના સલ્મ ના રહીશો એટલા કંટાળ્યા હતા કે તેઓએ પોલીસ ઉપર પણ પથ્થર મારો કર્યો હતો.