કોરોના ના હાહાકાર વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 12 વર્ષિય ધ્રુવ વાઘેલા નામના બાળકને કોરોનાના લક્ષણો જણાતા તેનો ટેસ્ટ કરાયા બાદ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવવા છતાં સારવાર દરમિયાન આ બાળકનું મોત થતા પરિવારજનોએ તબીબો પર આક્ષેપો કર્યા હતા. પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બાળકના મોત બાદ ડોક્ટરોએ પીએમ કરવાની ના પાડી હતી. બાળકને યોગ્ય સારવાર ન મળતા મોતને ભેટ્યો છે હોસ્પિટલ દ્વારા બાળકના તમામ રિપોર્ટ કર્યા હોવા છતાં બાળક મોતને ભેટ્યો હતો. પરિવારજનો ના આક્રંદ સાથે વાતાવરણ ગમગીન બની ગયું હતું.
બાળકની માતા રેખાબેન સંજયભાઇ વાઘેલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પોતાના બાળકને ખોવો હોય તો સિવિલમાં લાવજો. પોતાના દીકરાને બે દિવસથી બહુ જ તાવ આવતો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આથી રાતોરાત સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. ડોક્ટરે કહ્યું હતું કોરોનાના કોઇ લક્ષણો નથી. પરંતુ તેમ છતાં અમે ડોક્ટરને કહ્યું કે રિપોર્ટ કરો. પરંતુ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બધા રિપોર્ટ કર્યા પરંતુ સારવાર ન કરતા બાળક નું મૃત્યુ થયું છે. સિવિલમાં ડોક્ટરોને પગાર પૂરતો લે છે પરંતુ સારવાર મળતી નથી. બાળક ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવા છતાં ઓક્સિઝન આપતા નહોતા. દાખલ કર્યાના 12 કલાકમાં જ બાળકનું મોત નીપજ્યું હતું. બાળકને કોઇ સારવાર આપવામાં આવી નથી. ફરજ પર રહેલા નર્સ માત્ર મોબાઇલમાં ધ્યાન આપે છે. બાળકની સારવારમાં ધ્યાન ન આપ્યું. અનેકવાર ડોક્ટરને સારવાર કરવા માટે વિનંતી કરી છતાં બાળકની સારવારમાં ધ્યાન ન આપતા બાળકનું મોત થયું હોવાનો ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા જોકે સરકારી તંત્ર ની રીતિનીતિ સામે ફરી એકવાર કેટલાય સવાલો ઉભા કરી દીધા હતા.