સામાન્ય બજેટની તારીખને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં કરી દેવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક સુધારાની દિશામાં આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ હવે નાણાંકીય વર્ષને જાન્યુઆરી-ડિસેમ્બર કરવા માટેનુ સૂચન કર્યુ છે. મોદીએ વધુ સુધારાનો સંકેત આપી દીધો છે. ફાયનાન્સિલ યરને એપ્રિલથી માર્ચના બદલે જાન્યુઆરીથી ડિસેમ્બર કરી દેવાની વાત કરવામાં આવી છે. મોદીએ આ પ્રસ્તાવ પર પહેલ કરવા માટે રાજ્યોને અપીલ કરી છે. મોદીએ રાજ્યોને ગવર્ન્સના મામલે પણ ગંભીરતાથી વિચારણા કરવા માટે કહ્યુ છે. જેના કારણે ગ્રોથની ગતિ વધારી દેવામાં તકલીફ આવી રહી છે.
મોદીએ મુડી ખર્ચને વધારી દેવા અને ઇન્ફ્રાસ્ટકચર તૈયાર કરવા માટે પણ કહ્યુ છે.આના કારણે આર્થિક ગતિ તીવ્ર બની શકે છે. નીતિ આયોગની ગઇકાલે બેઠક મળી હતી. જેમાં વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા. આ બેઠકમાં જે રાજ્યોના મુખ્યપ્રધાન હાજર રહ્યા ન હતા તેમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલનો સમાવેશ થાય છે. બેઠક બાદ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે વડાપ્રધાને કહ્યુ હતુ કે નાણાંકીય વર્ષને બદલી દેવાને લઇને કેટલાક સૂચન આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાંકીય વર્ષને જાન્યુઆરીથી લઇને ડિસેમ્બર કરી દેવા માટેની અતિ મહત્વપૂર્ણ ભલામણ કરી છે. શંકર આચાર્યના નેતૃત્વમાં બનેલી એક કમિટી દ્વારા નાણાંકીય વર્ષને લઇને પહેલાથી જ એક રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. ભારતમાં હાલમાં એપ્રિલથી માર્ચ સુધી ફાયનાન્સિયલ યર હોય છે. જ્યારે દુનિયાભરમાં જાન્યુઆરીથી ડિસેમ્બર વચ્ચે નાણાંકીય વર્ષ હોય છે.