પારડી માં પોણીયા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે છાપો મારતા દારૂની મહેફિલ માણતા પાલિકા ના એક ભાજપના કાઉન્સિલર સહિત 5 જણ ની પોલીસ દ્વારા ધરપકડ કરી હતી.પોલીસ દ્વારા તમામ સામે પ્રોહીબીસન એકટ તથા જિલ્લા અધિક્ષક ના કોવિડ 19 જાહેરનામા ભંગ નો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પરડીના સિનિયર પી.એસ.આઈ. એસ.બી.ઝાલા તથા પી.એસ.આઈ.રાજપૂત અને તેમની ટીમ લોકડાઉનના જાહેરનામાની અમલવારી માટે પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પોણીયા વિસ્તારમાં તળાવ પાસે એક ખેતરમાં પારડી પાલિકાના એક સભ્ય સહિત દારૂની મહેફિલ માણતા 5 જણા ઝડપાતા પારડી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.પારડી પોલીસે છાપો મારતાં પાલિકાના વોર્ડ નંબર 6 ના ભાજપ ના સભ્ય જીગ્નેશ ભરત પટેલ પણ ઝડપાઇ ગયો હતો.આ વાત સમગ્ર નગર માં ચર્ચાનો મોટો વિષય બની ગયો હતો.પાલિકા ના સભ્ય ઝડપાતા પારડી પોલીસ મથકે ફોનની ઘંટડીઓ રટણવા પામી હતી પોલીસ દ્વારા દારૂ ક્યાંથી આવ્યો તે સહિત ની તપાસ હાથ ધરી હતી.