કોવીડ૧૯ કોરોના જે રીતે આપણા દેશમાં દિવસેને દિવસે પોતાનો પગ પ્રસરાવી રહ્યો છે તે જોતાં સરકારી તંત્ર તેમજ ખાનગી ક્ષેત્ર દ્વારા પણ સાવચેતી અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.કોરોના વાયરસ સંક્રમણથી વધુ ફેલાઈ રહ્યો હોઇ હવે દરેક ચીજવસ્તુઓ અડવામાં પણ હવે ચોકસાઈ, સાવધાની વર્તવામાં આવી રહી છે ત્યારે ગંધાર ગેસના મુખ્ય પ્લાનમાં પણ રાંધણગેસના સિલિન્ડરોને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે જેથી ડિલિવરી કરતાં કર્મીઓ તથા રાંધણગેસના ગ્રાહકોને કોરોના સંક્રમિત થતાં સુરક્ષિત રાખી શકાય ત્યારે વડોદરા શહેરમાં વિવિધ ગેસ એજન્સીઓના ગોડાઉન પર શું આ મુજબની તકેદારી રાખવામાં આવી રહી છે ખરી?તંત્ર દ્વારા આ સંદર્ભે પણ ધ્યાન રાખી તકેદારીના પગલાં લેવાવા જોઈએ.