હાલ કોરોના ની સ્થિતિ માં પોતાના પરિવાર ને ભૂલી ને પુરી નિષ્ઠા થી અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યારે તેઓની નોંધ લેવીજ પડે.
વાત કરવી છે વલસાડ સીટી પોલીસ મથક ની તો અહીં ચાર પોલિસકર્મીઓ પોતાના પરિવાર ને પણ બાજુ ઉપર રાખી કોરોના ની આ વિકટ સ્થિતિ માં પોતાની ફરજ બજાવી રહ્યા છે.
આવાજ પોલીસ કર્મચારી નિતેશ ભાઈ રૂગાભાઈ ની વાત કરવામાં આવે તો તેઓ વલસાડ સિટી પોલીસ મથક ખાતે પી. આઇ. નાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.જેઓ ના મહીસાગર જિલ્લા ના મારુવાડા ગામ ખાતે ના વતન મા પોતાના ત્યાં તારીખ 16 એપ્રિલ ના રોજ પોતાના પુત્ર નો જન્મ થયો છે જેથી તેઓ ખુબજ ખુશ છે પરંતુ પુત્ર નું મોઢું જોવા રૂબરૂ જઇ નથી શકતા અને વિડીયો કોલિંગ થી પુત્ર નું મોઢું જોઈ સંતોષ માની રહ્યા છે કેમકે હાલ દેશ ને તેમની જરૂર છે તેજ રીતે અન્ય પોલીસ કર્મચારી
બાબુ ભાઈ ગોરધન ભાઈ ગોવારિયા કે જેઓ ના ધર્મપત્ની બનાસકાંઠા નજીક ના પોતાના વતન માં સગર્ભા છે.અને ચાલુ માસ માં ડિલિવરી થાય તેમ છે અને આવા સમયે તેમને પોતાના પરિવાર અને પત્ની સાથે રેહવુ જરૂરી હતું પરંતુ તેઓ પણ પરિવાર પહેલા પોતાના ફરજ ને મહત્વ આપી નિષ્ઠા પૂર્વક વલસાડ સિટી પોલીસ મથક માંફરજ નિભાવી રહ્યા છે. જ્યારે વલસાડ સિટી પોલીસ માં જ ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ શાહિદા અહમદ અલી પણ પોતાની 6 માસ ની દીકરીને ઘરે મૂકી પોતાની ફરજ બજાવી રહ્યા છે.. શાહિદા અલી નાં પતિ પણ વલસાડ ખાતે ટી.આર.બી. જવાન તરીકે ફરજ નિભાવતા હોય બન્ને પોતાની નાનકડી પુત્રી ને ઘરે મૂકી ફરજ ને પ્રાધાન્ય આપી રહ્યા છે. આવા જ અન્ય ફરજનિષ્ઠ કર્મચારી એવા
વલસાડ સિટી પોલીસ મથકે ફરજ બજાવતા રાજકુમાર ઉપાધ્યાય કે જેઓના દાદા નું 2 દિવસ પેહલા 78 વર્ષ ની વયે અવસાન થવા છતાં પણ પરિવાર અને સમાજ પહેલા ફરજ ને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે આવા અસંખ્ય ફરજનિષ્ઠ અધિકારીઓ સાથે નાના કર્મચારીઓ પણ દેશ માટે પોતાના પરિવાર અને ઘર ને છોડી ફરજ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.