જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર ખાતે એક મોટો આતંકી હુમલો થયો છે, જેમાં સીઆરપીએફના 3 જવાન શહીદ થયા છે. આ સિવાય 3 સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે. સોપોરમાં આતંકવાદીઓએ સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર હુમલો કર્યો હતો.
શુક્રવારે (17 એપ્રિલ) આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના નેવામાં સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો અને સીઆરપીએ અને પોલીસના સંયુક્ત કેમ્પને નિશાન બનાવ્યું હતું. શુક્રવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો હતો. તેના પગમાં ગોળી વાગી હતી.
આ પછી, આતંકી હુમલામાં ઘાયલ જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. આ આતંકી હુમલા બાદ સુરક્ષા દળએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.