વલસાડ માં 500 માં વાહન છોડાવવા લાઈનો લાગી : સરકાર નો નિર્ણય આવકાર્યો
વલસાડ માં લોકડાઉન તોડનાર વાહન ચાલકો ના વાહનો પોલીસે જપ્ત કર્યા બાદ અગાઉ 3000 થી વધુ દંડ હોવાથી લોકો ને વાહન છોડાવવું અઘરું પડતા પોલીસ મથકો માં વાહનો ના ખડકલા થઈ ગયા હતા દરમ્યાન સરકારે જાહેરનામું બહાર પાડી દંડ સીધો જ રૂ 500 કરી દેતા હવે લોકો વાહન છોડવવા આવી રહ્યા છે.હાલ માં પોલીસ સ્ટેશન માં જપ્ત કરેલ બાઈક નો દંડ રૂપિયા પાંચસો અને ફોર વિલ કાર નો દંડ એક હજાર રૂપિયા લેવામાં આવી રહયો છે જેથી લોકો માં ખુશી અને રાહત ની લાગણી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કોરોના ની સ્થિતિમાં લોકો પાસે હાલ આવક નો કોઇ વિકલ્પ નથી ત્યારે સરકાર દ્વારા દંડ માં રાહત કરાતા લોકો એ સરકાર ના આ નિર્ણય ને આવકાર્યો હતો.