અમદાવાદ માં કોરોના વાયરસે ખુવારી સર્જી છે ત્યારે આ કટોકટીના સમયે જ અમદાવાદ સિવલ હવે અડોળાઇ ઉપર ઉતરી હોય તેમ કોરોના પોઝીટિવ દર્દીઓ સાથે અમાનવીય વર્તન ચાલુ કરી દેતા હોબાળો મચી ગયો છે. એશિયાની કહેવાતી સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ જે રીતે અગાઉ પણ વારંવાર વિવાદો માં રહી છે તે જ સ્વરૂપ માં પોતાનું અસ્સલ રૂપ બતાવી દેતા દર્દીઓ હેબતાઈ ગયા છે સિવિલ કંપાઉન્ડની ૧૨૦૦ બેડની હોસ્પિટલ બહારનો એક વીડિયો વારયલ થયો છે, જેમાં ૨૫ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલની બહાર રાતના અંધારામાં ઊભા છે, પરંતુ તેમની સારવાર માટે કોઈ દરકાર કરતું નથી.
એક વ્યક્તિ પોતાની ઓળખ સોનુ નાગર તરીકે કરે છે અને કહે છે કે, બે દિવસ પહેલા તેમની તબીબી તપાસ કરાઈ હતી, અને તેઓ ૨૫ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે, તેઓ ત્રણ વાગ્યાથી સિવિલ હોસ્પિટલની નીચે છે પરંતુ સતાવાળા તરફ થી કોઈ જ જવાબ મળી રહ્યો નથી, તે બધા ગંભીર બીમારી થી પીડિત છે છતાં કોઈ દરકાર લેતું નથી.
અહીં ૨૫ જેટલા દર્દીઓ હોસ્પિટલના બહાર ખાધા-પીધા વિના સારવાર માટે રાહ જોઈ રહ્યા છે. તો અન્ય એક વ્યક્તિએ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલા ધાંધિયાને લઈ કહ્યું કે, કોરોના હોસ્પિટલમાં કેસ કાઢવા માટે એક જ વ્યક્તિ છે અને તેય પાછો અસભ્ય રીતે વાતચીત કરે છે, વારંવાર દર્દીઓને લાઈનમાં જ ઊભા રહેવાની સૂચનાઓ આપે છે, વૃદ્ધ , બાળકો સાથે પણ તોડછાઈ થી વાત કરે છે, તેઓ ને વહેલી સવારે જ કહેવાયું હતું કે, તમે પોઝિટિવ છો એટલે ટેન્શનના કારણે ખાધું પીધું પણ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે હમણાં જ એક દિવસ પહેલા પણ કોરોના પોઝીટીવ પોલીસ કર્મચારીઓ સાથે પણ સિવિલ માં આવુજ વર્તન કર્યું હતું પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે પડતા સિવિલ વાળા લાઇન ઉપર આવી ગયા હતા અને સ્પેશિયલ એસી રૂમ ની વ્યવસ્થા કરવી પડી હતી.
સરકારી રેઢિયાળ વહીવટ ની જૂની બદી જે રીતે ઘૂસી ગઈ છે તે સુધારવા માટે નવા માળખાકીય સવલતો સાથે મેડિકલ ના નવા ભાઈ બહેનો ને સમાવવા માં આવે તેવી લોકો માં માંગ ઉઠવા પામી છે.