સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને અદાલતનો આદેશ ના માનવા (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) માટે દોષી માનેલ છે અને સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને ૧૦ જુલાઈના રોજ કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું છે કે વિજય માલ્યા હાજર રહીને પોતાની રજૂઆત કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કિંગફિશર એરલાઈન્સના વડા વિજય માલ્યા વિરુદ્ઘ અદાલતની અવમાનનાના કેસની સુનાવણી દરમિયાન આ આદેશ કર્યો છે. ગત સુનાવણી વખતે બેન્ક એસોસિએશને સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી માગણી કરી હતી કે કોર્ટ વિજય માલ્યાને આદેશ કરે કે તે ડીએગો ડીલ દ્વારા મળેલ ૪૦ મિલિયન અમેરિકન ડોલર લઈને એક સપ્તાહની અંદર ભારત આવે. જો વિજય માલ્યા આ રકમ પરત લઈને નહીં આવે તો તેને વ્યકિતગત રીતે કોર્ટમાં હાજર થવા આદેશ કરવામાં આવે.
બેન્ક એસોસિએશને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ડીએગો ડીલ દ્વારા મળેલ ૪૦ મિલિયન ડોલર બાળકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે અને તેનું એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. એસબીઆઈ અને બીજી બેન્કોએ એવી માગણી કરી છે કે માલ્યાએ કર્ણાટક હાઈકોર્ટના આદેશનો ભંગ કરીને ડીએગો ડીલ દ્વારા મળેલ ૪૦ મિલિયમ ડોલર બાળકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે.
સુપ્રીમ કોર્ટ જાણવા માંગતું હતું કે માલ્યાએ કર્નાટક હાઈકોર્ટના આદેશને માન્યો છે કે નહીં. હાઈકોર્ટનો આદેશ હતો કે માલ્યા કોર્ટની પરવાનગી વગર કોઈપણ લેવડદેવડ નથી કરી શકતો. મામલાની સુનવણી દરમિયાન એસબીઆઈએ કોર્ટને જણાવ્યું કે માલ્યા પર ૯૨૦૦ કરોડ બાકી છે.
ગત સુનવણીમાં બેંક એસોશિએશનના સર્વોચ્ચ ન્યાયાલયે માગ કરી હતી કે કોર્ટ વિજય માલ્યાને આદેશ આપે કે તે ડીઓગો ડીલથી મળેલ ૪૦ મિલિયન યુએસ ડોલરને એક સપ્તાહની અંદર ભારત લઈને આવે. જો માલ્યા તે રૂપિયા નહીં લાવે તો વ્યકિતગત રીતે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપે. બેંક એસોસીએશનના સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ડિઓગો ડીલથી મળેલ ૪૦ મિલિયન ડોલરને બાળકોના ખાતામાં જમા કરાવ્યાં છે અને તેમાંથી એક ટ્રસ્ટ બનાવી દીધું છે. એસબીઆઈ અને અન્ય બેંકોએ સુપ્રીમ કોર્ટ પાસે માંગણી કરી છે કે માલ્યાએ કર્નાટક હાઈકોર્ટની અવગણના કરીને ડીઓગો ડીલથી મળેલ ૪૦ મિલિયન ડોલરને બાળકોના ખાતામાં જમા કરાવ્યાં છે. બેંકોએ ડીલથી મળેલ ૪૦ મિલીયન અમેરિકન ડોલરને સુપ્રીમ કોર્ટમાં જમા કરવાની માંગ કરી છે.
આ પહેલા વિજય માલ્યાની યાચીકા પર કોર્ટે બેંકોને નોટિસ આપી જવાબ માંગ્યો હતો. યાચીકામાં માલ્યાએ કોર્ટની અવગણના નોટિસને પાછી લેવાની માગ કરી હતી. માલ્યાનું કહેવું હતું કે સંપત્તિની વિગતોની સમજૂતી માટે આપ્યો હતો જયારે સમજૂતી નથી થઈ રહી તો કોઈ અવગણનાનો કેસ નથી બનતો.