ઇંગ્લેન્ડમાં 1 જૂનથી રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટીમની કપ્તાની વિરાટ કોહલીને સોંપવામાં આવી છે તથા યુવરાજ સિંહ, રોહિત શર્મા અને શિખર ધવનને પણ ટીમમાં સ્થાન અપાયું છે. સામી અને રોહિત શર્મા ને ટિમ માં સ્થાન મળ્યું. જયારે IPL માં સારું પ્રદર્શન કરનાર રિષભ પંથ અને IPL માં સૌથી વધુ રન બનાવવાની હરીફાઈ માં બીજા નબરે રહેલા કોલકાતા ના કેપટન ગૌતમ ગંભીર ને પણ સ્થાન નથી આપવા માં આવ્યું.
ટીમ ઇન્ડિયા આ પ્રમાણે છે: વિરાટ કોહલી, શિખર ધવન, અજિંક્ય રહાણે, યુવરાજ સિંહ, કેદાર જાધવ, રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની, આર. અશ્ચિન, મોહંમદ સમી, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, મનીષ પાંડે, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા.